ગુરૂવારે સોમનાથમાં દરિયાદેવની મહા આરતી થશે, શુક્રવારે PM મોદી નવા સર્કિટ હાઉસનું કરશે ઉદ્ઘાટન

ગીર સોમનાથ: સમુદ્ર દર્શન વોક-વે ખાતે દરિયાદેવની મહાઆરતી કરાશે: દરીયા કિનારે ૭૫ બોટની લંગાર સાથે આઝાદી કા અમૃત મહોત્સવની પ્રતિકૃતિ બનાવશે.

ગુરૂવારે સોમનાથમાં દરિયાદેવની મહા આરતી થશે, શુક્રવારે PM મોદી નવા સર્કિટ હાઉસનું કરશે ઉદ્ઘાટન

સોમનાથઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભારત વર્ષના આસ્થા કેન્દ્ર સોમનાથ ખાતે નવનિર્મિત અતિથિગૃહ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે એની પૂર્વ સંધ્યાએ દરીયાદેવની મહાઆરતી કરાશે.

રાજ્યના માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશભાઈ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ મંદિર સમીપે સમુદ્ર દર્શન વોક-વે ખાતે આયોજિત મહાઆરતીમાં એક અદ્ભુત અને અવિસ્મરણીય નજારો જોવા મળશે. આ મહાઆરતીમાં પવિત્ર દીવડા પ્રગટાવી દરિયાદેવની આરતી કરવામાં આવશે. આ સાથે દીવડાઓ, મશાલ અને લાઇટિંગના માધ્યમથી આઝાદીના અમૃત મહોત્સવને અનુલક્ષીને ''૭૫'' નો આંક દર્શાવતી પ્રતિકૃતિ 75 જેટલી હોડી અને બોટ દ્વારા સમુદ્ર અંદર ઉભી કરવામાં આવશે. આ પ્રસંગે કિર્તીદાન ગઢવી દ્વારા મહાઆરતીનું ગાન કરવામાં આવશે.

આ સાથે સમુદ્ર તટે મંત્રી પૂર્ણેશભાઈ મોદી સોમનાથ ટ્રસ્ટ અને નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સાથે ભોજન ગ્રહણ કરશે. તેમની સાથે કિર્તીદાન ગઢવી, આદિત્ય ગઢવી, અરવિંદ વેગડા, ઉર્વશી રાદડિયા, ઉમેશ બારોટ, કિંજલ રાજપ્રિય, કૈરવી બુચ, ઓજસ રાવલ, હાર્દિક દવે જેવા નામાંકિત કલાકારો ઉપરાંત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ મયુર વાકાણી(સુંદર મામા), તન્મય વેકરિયા(બાઘા) સફાઈ કર્મચારીઓ સાથે ભોજન આરોગશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news