PM Modi In Kutch : પીએમ મોદી આજે કચ્છમાં, વિવિધ પ્રોજેક્ટ્સને ખુલ્લા મૂકશે

PM Modi In Kutch :કચ્છ પ્રવાસે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભુજમાં યોજ્યો 3 કિલોમીટરનો ભવ્ય રોડ... PMની એક ઝલક જોવા લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ... PM કચ્છવાસીઓને આપશે 4 હજાર 748 કરોડના વિકાસકાર્યોની ભેટ...

PM Modi In Kutch : પીએમ મોદી આજે કચ્છમાં, વિવિધ પ્રોજેક્ટ્સને ખુલ્લા મૂકશે

કચ્છ :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કચ્છના પ્રવાસે છે.કચ્છમાં આજે વિવિધ મહત્વના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. જેમાં તેમણે 2001 ગુજરાત ભૂકંપમાં કચ્છમાં સર્જાયેલી હોનારત અને તેમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં બનાવેલા સ્મૃતિ વનનું આજે પ્રધાનમંત્રી લોકાર્પણ કર્યું છે. તેના બાદ તેમણે ભૂકંપની યાદમાં બનાવાયેલા મ્યૂઝિયમને નિહાળ્યુ હતું. તેમણે સ્મૃતિવનમાં લગભગ એક કલાક જેટલો સમય ગાળ્યો. જેમાં તેમણે તમામ બાબતોની માહિતી મેળવી હતી. 

PM Modi In Kutch Live : પીએમ મોદી આજે કચ્છમાં, વિવિધ પ્રોજેક્ટ્સને ખુલ્લા મૂકશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે કચ્છના લોકો આતુર હતા. કચ્છમાં પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 કિલોમીટરના ભવ્ય રોડ શો પર નીકળ્યા હતા. લોકોનું અભિવાદન ઝીલીને તેઓ સતત આગળ વધી રહ્યાં છે. એરપોર્ટ રોડથી ભુજીયાની તળેટી સુધી અતિ સુંદર શણગાર સજાવાયા છે. વચ્ચેથી લોકોનું અભિવાદન ઝીલીને પીએમ મોદી આગળ પસાર થઈ રહ્યાં છે. 

He will inaugurate the 'Smritivan' memorial built in the memory of those who lost their lives in the earthquake of 2001

— ANI (@ANI) August 28, 2022

PM Modi In Kutch Live : કચ્છમાં પીએમ મોદીનો રોડ શો, કચ્છી માડુઓમા ઉત્સાહ જોવા મળ્યો

મીરજાપર હાઇવેથી જીકે જનરલ હોસ્પિટલ સુધી પોણા ત્રણ કિલોમીટર જેટલો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શોમાં જુદા જુદા પ્રકારના 14 જેટલા ક્લસ્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્લસ્ટરમાં લોકો કાર્નિવલ જેવી અનુભૂતિ કરાવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઝલક મેળવવા માટે લોકો સવારથી જ જુદા જુદા પરિધાનમાં તૈયાર થઈને આવી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીને આવકારવા લોકો ઉત્સુક છે. રોડ શો દરમિયાન રોડની ડાબી બાજુએ આમ જનતા રહેશે અને જમણી બાજુએથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પસાર થશે, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રોડ શો બાદ નરેન્દ્ર મોદી તેમના ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિ વનનું લોકાર્પણ કરશે અને ત્યાર બાદ કચ્છની અને ગુજરાતની જનતાને સંબોધશે.

કયા કયા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે
સાથે જ કચ્છ જિલ્લાના પાણીદાર બનાવનાર ભૂકંપપ્રુફ કચ્છ-ભુજ બ્રાંચ કેનાલનું પણ લોકાર્પણ કરશે. તો ગુજરાતના પ્રથમ કચ્છની સરહદ ડેરીના સોલાર પ્લાન્ટનું પીએમ લોકાર્પણ કરશે જ્યારે અંજારના વીર બાળક સ્મારકનું લોકાર્પણ પણ કરશે..1745 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી 357 કિલોમીટર લાંબી ભુજ બ્રાંચ કેનાલ હાઈટેક અને ભૂકંપપ્રૂફ છે..આ કેનાલથી કચ્છના 948 ગામ અને 10 જેટલા નગરોને પીવાનું પાણી મળી રહેશે. કચ્છના 1 લાખ 10 હજાર હેક્ટરથી વધારે વિસ્તારને સિંચાઈની સુવિધાનો લાભ મળશે. આ 357 કિલોમટીર લાંબી કેનાલની નહેરોની વહન ક્ષમતા 120 ઘન મીટર પ્રતિ સેકન્ડની છે. આ કેનાલ રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ, મુન્દ્રા અને માંડવી તાલુકામાંથી પસાર થાય છે. ૩ ફોલ અને ૩ પમ્પિંગ સ્ટેશન સાથેની કેનાલ એન્જિનિયરિંગનો અદભૂત નમૂનો છે.જેમાં વોટર કેનાલ બેડ પાવર હાઉસથી 23 મેગાવોટથી વધુ વીજળી ઉતપન્ન થશે. ઘુડખરો કેનાલ પાર કરી શકે તે માટે ખાસ રસ્તાનું નિર્માણ કરી તેમની સુરક્ષા માટે કેનાલની બંને તરફ ખાસ ફેન્સિંગ પણ કરવામાં આવ્યું છે.તો અંજારમાં બનેલું વીર બાળક સ્મારકનું પણ પ્રધાનમંત્રી મોદી લોકાર્પણ કરશે.દિવંગત બાળકોને સમર્પિત આ મ્યૂઝિયમનું પાંચ વિભાગમાં નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રથમ વિભાગમાં દિવંગતોની તસવીરો અને ભૂતકાળના સ્મરણો રજૂ કરવામાં આવ્યા છે. ત્યારબાદ વિનાશ વિભાગમાં કાટમાળ દર્શાવીને મૃત્યુ પામેલા બાળકોના સ્મૃતિચિહ્નો અને તેમની પ્રતિકૃતિ રજૂ કરાઇ છે. સાથે જ ભૂકંપનો અનુભવ થઇ શકે તે માટે એક વિશેષ રૂમ બનાવવામાં આવ્યો છે...તો મ્યૂઝિયમની બહાર મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. ભોગ બનેલા માસૂમ બાળકો અને શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવા એક શક્તિશાળી પ્રકાશપુંજ બનાવવામાં આવ્યો છે...જેમાંથી નિકળતો પ્રકાશ સમગ્ર અંજાર શહેરમાં દેખાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news