PM Modi Gujarat Visit: PM મોદીએ 3092 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

PM Modi Gujarat Visit Live: પીએમ મોદી 9 થી 11 ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે છે. ત્રણ દિવસના કાર્યક્રમમાં અમદાવાદ, ભરૂચ, જામનગર અને મહેસાણાના કાર્યક્રમોમાં હાજરી આપશે. ઉપરાંત 14,500 કરોડથી વધુ રકમના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરશે.

PM Modi Gujarat Visit: PM મોદીએ 3092 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

PM Modi Gujarat Visit: વિધાનસભાની ચૂંટણી પહેલા પીએમ મોદી ગુજરાતમાં સભાઓ ગજવવા માટે આજથી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોણાચાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું.

પીએમ મોદી જાહેરસભાને સંબોધવા માટે મોઢેરા પહોંચ્યા છે. જ્યાં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં વડાપ્રધાનના હસ્તે મહેસાણા જિલ્લાના રૂપિયા 3092 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, પીએમ મોદી 9 થી 11 ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે છે. ત્રણ દિવસના કાર્યક્રમમાં અમદાવાદ, ભરૂચ, જામનગર અને મહેસાણાના કાર્યક્રમોમાં હાજરી આપશે. ઉપરાંત 14,500 કરોડથી વધુ રકમના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરશે. મોઢેરાને ભારતના સૌપ્રથમ સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે જાહેર કરશે.

પીએમ મોદીનું 9મી ઓક્ટોબરનું શિડ્યૂલ
આજે સાંજે 4:30 કલાકે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર આગમન કરશે. ત્યારબાદ સાંજે 5:30 કલાકે મહેસાણાના દેલવાડામાં વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સાંજે 6:45 કલાકે મોઢેરા માતાના મંદિરે પહોંચશે. સાંજે 7:30 કલાકે મોઢેરા સૂર્ય મંદિર જશે. રાત્રે 9 વાગે અમદાવાદ પરત ફરશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news