મોદી કેબિનેટમાંથી ગુજરાતના આ મંત્રીઓની વિદાય નક્કી, એક નેતા પાટીલના ગઢના છે

Modi Cabinet Meeting : મોદી કેબિનેટમાં ફેરફાર થાય તો ગુજરાતના આ દિગ્ગજોના પત્તાં કપાવવાનો ભય... 3 દિગ્ગજ નેતાઓને દિલ્હીથી ગુજરાત મોકલાશે 

મોદી કેબિનેટમાંથી ગુજરાતના આ મંત્રીઓની વિદાય નક્કી, એક નેતા પાટીલના ગઢના છે

Modi Cabinet reshuffle : ગત અઠવાડિયે દિલ્લીમાં મળેલી ભાજપના શિર્ષસ્થ નેતાઓની બેઠક બાદ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે તેવી શક્યતા પાક્કી થઈ ગઈ છે. આ કિસ્સામાં ગુજરાતમાંથી બે કે ત્રણ મંત્રીઓને પડતાં મૂકવામાં આવે તેવી સંભાવનાઓ પ્રબળ બની છે. હાલ રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રીઓ મહેન્દ્ર મુંજપરા અને દેવુસિંહ ચૌહાણને પડતા મૂકવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. તે ઉપરાંત અન્ય એક રાજ્યકક્ષાના મંત્રી દર્શના જરદોશને પણ વિદાય અપાય તેવું જાણવા મળી રહ્યું છે.. આ સંજોગોમાં ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને કેન્દ્રમાં કોઈ મોટું સ્થાન મળે કે પછી ગુજરાતમાં જ રાખવામાં આવે તેને લઈને હજુ પણ અસમંજસ છે.. સૂત્રો તો એ પણ કહી રહ્યા છેકે સી.આર. પાટીલને PM મોદી પોતાના કિચન કેબિનેટમાં સમાવી શકે છે.. ભાજપમાં ચાલી રહેલી ચર્ચા અનુસાર દેવુસિંહને હાલ પડતા મૂકીને તેમને સંગઠનની પ્રવૃતિ સોંપવામાં આવી શકે છે. જ્યારે મુંજપરા મંત્રી તરીકે ખાસ અસરકારક છબિ બનાવવામમાં નિષ્ફળ નિવડ્યા હોય તેમની બાદબાકી કરાય તેવું મનાય છે. મુંજપરાના વિકલ્પ તરીકે ભાવનગરના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતી શિયાળને મોદી કેબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે લેવામાં આવે તેવી સંભાવના છે. આ સિવાય કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના પોર્ટફોલિયોમાં પણ ફેરફાર થઈ શકે છે.

ગુજરાતમાં કોને મૂકાય શકે પડતા?  

  • મહેન્દ્ર મુંજપરા, રાજ્યકક્ષાના મંત્રી
  • દેવુસિંહ ચૌહાણ, રાજ્યકક્ષાના મંત્રી
  • દર્શના જરદોશ, રાજ્યકક્ષાના મંત્રી

રાજ્યસભામાં ભાજપ મોટો દાવ ખેલશે : ગુજરાતમાંથી આ નેતાને મળી શકે છે દિલ્હીમાં એન્ટ્રી

આ મંત્રીઓની વિદાય નક્કી છે 
કેન્દ્રમાંથી ગુજરાતના કેટલાક નેતાઓને મોદી કેબિનેટનમાં પડતા મૂકાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. ટૂંક સમયમાં પ્રધાનમંત્રી મોદી મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. આ વિસ્તરણમાં ગુજરાતમાંથી બે કે ત્રણ મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે. જેમાં મહેન્દ્ર મુંજપરા, દેવુસિંહ ચૌહાણઅને દર્શના જરદોશની વિદાય સંભવ છે. તો ભાવનગર સાંસદ ભારતી શિયાળને કેબિનેટમાં સ્થાન મળી શકે છે.  તો મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાના પોર્ટફોલિયોમાં ફેરફારની શક્યતા દેખાઈ રહી છે. આ ઉપરાંત ગુજરાતના પ્રદેશ અધ્યક્ષને લઈને હજુ પણ અવઢવ છે. સી.આર. પાટીલ કેન્દ્રમાં જશે કે ગુજરાત રહેશે તે તો સમય આવ્યે ખબર પડશે. પરંતું આગામી સમયમાં મોટા ફેરફાર થઈ શકે છે. 

કરોડોમાં એક કિસ્સો : ગુજરાતી મહિલાના કૂખે અવતાર ફિલ્મ જેવુ વાદળી રંગનું બાળક જન્મ્યુ
 
કોને મળી શકે કેન્દ્રમાં સ્થાન?  
ભારતીબેન શિયાળ, સાંસદ, ભાવનગર

દિલ્હીમાં મોદી કેબિનેટનું રિશફલ થશે
હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. જ્યારે પણ કેબિનેટ રિશફલની વાત આવે ત્યારે કોનું પત્તુ કપાશે, અને કોણ ગેમમાં રહેશે તેના પર સૌની નજર હોય છે. આવામાં ગુજરાતના પણ મંત્રીઓને પડતા મૂકાય તેવી શક્યતાઓ વધુ દેખાઈ રહી છે. ખાસ કરીને કેટલાક નામો પર જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. જેમાંના બે છે મહેન્દ્ર મુજપુરા અને દેવુસિંહ ચૌહાણ. આ બે મંત્રીઓને મોદી કેબિનેટમાંથી હટાવી શકાય છે. દેવુસિંહને ભાજપ સંગઠનમાં એક્ટિવ કરાય તેવુ પ્લાનિંગ ચાલી રહ્યું છે. તો બીજી તરફ, મહેન્દ્ર મુંજપરાના બદલે ભાવનગરથી બીજા નેતાના નામની ચર્ચા મોદી કેબિનેટમાં ઉઠી છે. આ ઉપરાંત અન્ય એક ચર્ચાતુ નામ છે સુરતના દર્શના જરદોશ. રાજ્યકક્ષાના આ મંત્રીને પક્ષ વિદાય આપી શકે છે. મહેન્દ્ર મુંજપરાના બદલે ભાવનગરથી જે નામ ચર્ચાઈ રહ્યું છે તે છે ભારતી શિયાળ. તેઓને કેબિનેટમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્થાન મળી શકે છે. સાથે જ એવુ પણ કહેવાય છે કે, મુંજપુરા મંત્રી તરીકે પોતાની છાપ ઉભી કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. તેથી તેમને હટાવી શકાય છે. 

આ નેતાઓની ખુરશી ખતરામાં
જો ગુજરાત ક્વોટાના મંત્રીઓને પડતા મુકાવામાં આવે છે તો મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને દર્શનાબેન જરદોશની ખુરશી પર વધારે જોખમ છે. મનસુખ માંડવીયા પાસે આરોગ્ય, પુરુષોત્તમ રૂપાલા પાસે પશુપાલન અને ડેરી અને દર્શનાબેન જરદોશ પાસે રેલવે (રાજ્યમંત્રી) વિભાગ છે. મોદી કેબિનેટમાં છેલ્લા 9 વર્ષમાં 2 સ્વાસ્થ્ય મંત્રીઓને હટાવવામાં આવી ચૂક્યા છે. જો મંત્રીમંડળના ફેરબદલની વાત કરવામાં આવે તો બે મોટા માથાના નામ કપાઈ શકે છે. કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા પાસેના હાલના પોર્ટફોલિયોમાં આંશિક ફેરફરો આવી શકે છે તેવી પણ આંતરિક ચર્ચાઓ શરૂ થઈ છે. 

મોદીએ મંત્રીઓ પાસેથી કામનો રિપોર્ટ માંગ્યો 
પીએમ મોદીએ સોમવારે કેબિનેટની બેઠક બોલાવી હતી, દિલ્હીના પ્રગતિ મેદાનમાં બોલાવેલી મીટિંગમાં પીએમ મોદીએ કેબિનેટના મંત્રીઓ સાથે લગભગ 4 કલાક બેઠક ચાલી હતી. સૂત્રોનો દાવો છે કે પીએમ મોદીએ નક્કી કરી લીધું કે કોને હટાવવા અને કોને રાખવા, કયા નવા ચહેરાઓને સ્થાન આપવું. કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા હતા. તમામ મંત્રીઓને તેમના કામની વિગતો આપવા જણાવ્યું હતું. એવી ચર્ચા હતી કે જે મંત્રીનું પ્રદર્શન નબળું છે તેને કેબિનેટમાંથી હટાવી શકાય છે. તેમની જગ્યાએ મંત્રીમંડળમાં નવા લોકોનો સમાવેશ થઇ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news