ગુજરાતમાં શાંતિના દુશ્મન કોણ છે? અસામાજીક તત્વોએ ગણપતિ પંડાલ પાસે માંસના ટુકડા ફેંક્યા

ગણેશ વિસર્જન પહેલા જમાલપુર વિસ્તારમાં આવેલ કોઠી મહોલ્લાના ગણેશ પંડાલમાં વિધર્મીઓએ માંસના ટુકડા ફેંકીને હિંદુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી હતી. આ ઘટના બાદ પોલીસ પર દબાણ લાવવામાં આવ્યું હતું.

ગુજરાતમાં શાંતિના દુશ્મન કોણ છે? અસામાજીક તત્વોએ ગણપતિ પંડાલ પાસે માંસના ટુકડા ફેંક્યા

ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યમાં હિન્દુઓની યાત્રાઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. જે રીતે સપ્ટેમ્બર મહિનામાં જ 3 હિન્દુ યાત્રાઓ પર હુમલાની ઘટનાઓ સામે આવી છે, તેના પરથી તો એવું જ લાગી રહ્યુ છે કે હિન્દુઓની યાત્રાઓ હવે વિધર્મીઓના નિશાના પર છે. હાલ એક બાદ એક હિન્દુ યાત્રાઓ પર પથ્થરો મારવાની ઘટનાઓ વધી છે. ત્યારે આજે ફરી નર્મદાના સેલંબા ખાતે બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા પર વિધર્મીઓએ પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ અમદાવાદમાં આવી જ એક ઘટના નોંધાઈ છે, જેમાં ધાર્મિક લાગણી દુભાવવા અસામાજીક તત્વોએ ગણપતિ પંડાલ પાસે માંસના ટુકડા ફેંક્યા છે. 

ગણેશ વિસર્જન પહેલા જમાલપુર વિસ્તારમાં આવેલ કોઠી મહોલ્લાના ગણેશ પંડાલમાં વિધર્મીઓએ માંસના ટુકડા ફેંકીને હિંદુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી હતી. આ ઘટના બાદ પોલીસ પર દબાણ લાવવામાં આવ્યું હતું, બાદમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં FIR લખવામાં આવી છે. આ ઘટના અંગે ગણપતિ પંડાના મિત્ર મંડળના સભ્યોને જાણ થતા તેમણે સાફ સફાઇ કરી હતી. આ અંગે યુવકે અજાણ્યા શખ્સો સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રાયખડ કોઠી મહોલ્લામાં સાર્વજનિક ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે 27 સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે ગણપતિ પંડાલ પાસે અજાણ્યો શખ્સે મોડી રાત્રે  ધામક લાગણી દુભાવવા માટે પશુ માંસના ટુકડા નાખીને પલાયન થઇ ગયો હતો. જેથી યુવકે તાત્કાલિક તેમના મિત્ર મંડળના સભ્યો સાથે ગણપતિ પંડાલ પાસે પહોચીને સાફ સફાઇ કરી હતી. આ બનાવ અંગે ગાયકવાડ હવેલી પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે અસામાજીક તત્વો દ્વારા બે કોમો વચ્ચે ઘર્ષણ તેમજ નફરત ફેલાય તે માટે આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. પોલીસે આવા અસમાજીક તત્વોને પકડવા માટે જુદી-જુદી ટીમ બનાવી તપાસ શરૃ કરી છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે ગુરુવારે વડોદરાના મંજુસર ગામમાં ગણેશ વિસર્જન સમયે નીકળેલી યાત્રા પર પથ્થરમારો થયો છે. આ ઉપરાંત 15 દિવસ પહેલાં ખેડામાં શિવજીની સવારીની નીકળેલી યાત્રાને વિધર્મીઓએ નિશાન બનાવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news