બાગાયતી ખેતીમાં દેશી કમાલ! આ ડોક્ટરે અશક્યને શક્ય કરી દેખાડ્યું! દોઢ લાખે વેચાતી આ કેરી ઉગાડી
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના એક આયુર્વેદિક તબીબે પ્રાકૃતિક ખેતી કરી પોતાના નાનકડા ખેતરમાં 80 કરતાં વધુ વિવિધ પ્લાન્ટો વિકસાવ્યા છે. બાની કેરી બજાર ભાવ મુજબ દોઢ લાખ રૂપિયાની કિલો વેચાય છે. આવી અનેક ફળની વિવિધ જાતો વિકસાવી છે.
Trending Photos
organic farming, કેતન બગડા/અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના એક આયુર્વેદિક તબીબે પ્રાકૃતિક ખેતી કરી પોતાના નાનકડા ખેતરમાં 80 કરતાં વધુ વિવિધ પ્લાન્ટો વિકસાવ્યા છે અને અનેક ખેડૂતોને પ્રેરણાત્મક સંદેશો આપ્યો છે.
આ છે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાનું આંબા ગામ... આંબા ગામના એક આયુર્વેદિક ડોક્ટરે પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને સમગ્ર ખેડૂતો અને દેશને એક નવો સંદેશો આપ્યો છે. પોતાના આ વાડીમાં 80 જેટલા વિવિધ પ્લાન્ટ વિકસાવ્યા છે. જેમાં બાગાયતી પ્લાન્ટ મિલેટ પ્લાન્ટ અને ફ્રુટ પ્લાન્ટ વિકસાવ્યો છે. ચીકુ, દાડમ, પપૈયા, જામફળ, કેળાસ શેરડીસ કેરી અને નાળિયેરી જેવા વૃક્ષો વિકસાવ્યા છે. જેમાં કેરીની વાત કરીએ તો સાતથી આઠ પ્રકારની વિવિધ કેરીની જાતો વિકસાવી છે.
સૌથી મહત્વની આંબાની જાત જે જાપાનની અંદર ખૂબ જ પ્રખ્યાત છે. જેનું નામ છે મિયા ઝાકી...આંબાની કેરી બજાર ભાવ મુજબ દોઢ લાખ રૂપિયાની કિલો વેચાય છે. આવી અનેક ફળની વિવિધ જાતો વિકસાવી છે. ઔષધીની વાત કરવામાં આવે તો સુગર પ્લાન્ટ ઔષધી ઇન્સ્યોરન્સ સ્ટીવિયા હાર સાકર કપૂર અગત્ય બહેડા અને આમળા જેવા ઔષધો પણ વિકસાવ્યા છે. શાકભાજીમાં વિવિધ પ્રકારનો ભીંડો રીંગણા દૂધી ટામેટા સરગવો તુંબડી જેવા શાકભાજી પણ વિકસાવ્યા છે.
આ પ્રાકૃતિક ખેતીમાં સારું ઉત્પાદન લેવા માટે કોઈ રસાયણનો ઉપયોગ નથી કરવામાં આવતો, પરંતુ તેરા તુજકો અર્પણ ની જેમ લીંબોળીમાંથી કડવો રસ બને છે. પપૈયામાંથી મીઠો રસ બને છે લીંબુ અને નારંગીમાંથી ખટુંબો રસ બને છે. આમ વિવિધ જીવામૃત રસાયણો તેમજ ઉર્જા જળ અને ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા જેવા વિવિધ પ્રવાહી રસાયણો બનાવી અને ઔષધીય ઉત્પાદન કરવામાં આવે છે. જે અન્ય ઉત્પાદનો કરતા વધુ હોય છે અને અન્ય ઉત્પાદનો કરતા વધુ કિંમતી હોય છે.
ત્યારે વ્યવસાયે ડોક્ટર એવા પ્રાકૃતિક ખેતીના માસ્ટર મુકેશભાઈ ખસીયા એ પોતાની આ ખેતીને આદર્શ ખેતી બનાવી ખેડૂતો માટે પ્રેરણા રૂપ બન્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે