Fenugreek: ફણગાવેલી મેથી ખાવાની કરો શરુઆત, પાચનથી લઈ હાર્ટ હેલ્થમાં થશે સુધારો, 5 તકલીફો ફટાફટ થશે દુર

Sprouted Fenugreek Benefits: મેથીને પલાળીને ખાઈ શકાય તે વાત તો તમે પણ જાણતા હશો. પરંતુ સુકી મેથીને ફણગાવીને ખાવાથી થતા લાભ વિશે આજ સુધી નહીં જાણ્યું હોય. આજે તમને ફણગાવેલી મેથીથી થતા ફાયદા વિશે જણાવીએ.

Fenugreek: ફણગાવેલી મેથી ખાવાની કરો શરુઆત, પાચનથી લઈ હાર્ટ હેલ્થમાં થશે સુધારો, 5 તકલીફો ફટાફટ થશે દુર

Sprouted Fenugreek Benefits: સુકી મેથી પોષક તત્વોનો ભંડાર હોય છે. સુકી મેથીને અલગ અલગ રીતે ભોજનમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. મેથીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વ હોય છે. સાથે જ તેમાં એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે જે શરીરને નુકસાન કરતા ફ્રી રેડીકલ્સથી બચાવ કરે છે. મેથીના મોટાભાગે લોકો પલાળીને ખાતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે મેથીને પણ અન્ય કઠોળની જેમ પલાળીને ફણગાવી શકાય છે ? પલાળેલી મેથી કરતા ફણગાવેલી મેથીમાં પોષક તત્વ અનેક ગણા વધી જાય છે. 

મેથીને ફણગાવવા માટે થોડી મેથીને પાણીમાં પલાળી દેવી. મેથી પલળી જાય પછી તેને સુતરાઉ કપડામાં બાંધી અને હૂંફ વાળી જગ્યામાં રાખી દેવી. થોડા કલાકોમાં જ મેથીમાં અંકુર ફૂટી જશે. આ રીતે ફણગાવેલી મેથી ખાવાથી શરીરને સૌથી વધુ ફાયદા થાય છે. તો ચાલો જાણીએ ફણગાવેલી મેથી ખાવાથી થતા ફાયદા વિશે. 

ફણગાવેલી મેથી ખાવાના ફાયદા 

પાચન માટે લાભકારી 

ફણગાવેલી મેથી ખાવાથી પાચનને સૌથી વધુ ફાયદો થાય છે. ફણગાવેલી મેથીમાં હાઈ ડાયેટરી ફાઇબર હોય છે. જે અપચાની તકલીફને દૂર કરે છે અને કબજિયાતથી પણ રાહત આપે છે. ફણગાવેલી મેથી ખાવાથી ગટ હેલ્થ સુધરે છે. 

વજન ઘટે છે 

જો તમે વજન ઘટાડવા માંગો છો તો ફણગાવેલી મેથીને ડાયટમાં સામેલ કરો. ફણગાવેલી મેથી ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે તેને ખાવાથી કલાકો સુધી પેટ ભરેલું લાગે છે અને વધારે પડતું ખાવાનું ટાળી શકાય છે. ફણગાવેલી મેથી કેલરી ઇન્ટેક ઘટાડે છે.

બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં 

ફણગાવેલી મેથીમાં સોલ્યુએબલ ફાઇબર હોવાથી તે બ્લડ સુગર લેવલને રેગ્યુલેટ કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓએ દિવસ દરમિયાન આહારની સાથે ફણગાવેલી મેથી ખાવી જોઈએ તેનાથી બ્લડ સુગર સ્પાઇક થતું નથી. 

હાર્ડ રહેશે હેલ્ધી 

ફણગાવેલી મેથી ખાવાથી બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા દૂર થાય છે. ફણગાવેલી મેથી શરીરમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં અસરકારક હોય છે. બેડ કોલેસ્ટ્રોલ ઓછું થઈ જવાથી હાર્ટનું સ્વાસ્થ્ય સારું રહે છે અને હૃદયની બીમારી થવાનું જોખમ પણ ઘટે છે. 

સ્કિન પર આવશે ગ્લો 

ફણગાવેલી મેથી ખાવાથી ત્વચા પર ગ્લો દેખાય છે. ફણગાવેલી મેથીમાં વિટામીન્સ અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચાને ફાયદો કરે છે. તેનાથી ત્વચા પર નિખાર આવે છે અને સાથે જ સ્કિનની ડ્રાયનેસ અને કરચલીઓ દૂર થાય છે. 

ક્રોનિક બીમારીઓનું જોખમ ઘટે છે 

ફણગાવેલી મેથી એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણથી ભરપૂર હોય છે. નિયમિત ફણગાવેલી મેથી ખાવાથી શરીરમાં ઇમ્ફ્લેમેશન નથી થતું. ઇમ્ફ્લેમેશન  ન હોવાના કારણે ક્રોનિક બીમારીઓ થવાની સંભાવના પણ ઓછી થવા લાગે છે. જેના કારણે શરીર રોગનું ઘર બનતું નથી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news