બનાસકાંઠાને અડીને આવેલું આ હિલ સ્ટેશન બરફથી થીજી ગયું! ઠંડીની અસલી મજા માણવી હોય તો વીકેન્ડમાં કરો સેટિંગ

Rajasthan Weather: રાજસ્થાનમાં શીત લહેરે લોકોને ધ્રુજાવ્યા છે. બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ત્રણ ડીગ્રીએ પહોંચ્યું છે. એને લઈને અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે. 

1/10
image

સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતાં ઠૂઠવાઈ પણ રહ્યા છે. કડકડતી ઠંડી વચ્ચે પણ પ્રવાસીઓ ખુલ્લામાં નીકળી વાતાવરણની મજા માણી હતી.

2/10
image

રાજસ્થાનમાં શીત લહેરે લોકોને ધ્રુજાવ્યા છે. માઉન્ટ આબુમાં બરફની ચાદર પથરાઈ છે. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન માઈનસમાં હોવાનું અનુમાન છે. 

3/10
image

લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો અને તાપણાનો આશરો લીધો છે. બે દિવસથી સતત શીત લહેરનાં કારણે દિવસભર ગરમ વસ્ત્રોમાં વીંટળાયેલા લોકો જોવા મળ્યા હતા.

4/10
image

હાલ માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન માઈનસમાં હોવાનું અનુમાન છે. તેમજ માઉન્ટ આબુમાં ખુલ્લામાં પાર્ક કરેલા વાહનો પર બરફ જામ્યો છે. 

5/10
image

લોકો ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો અને તાપણાનો આશરો લીધો છે. માઉન્ટ આબુમાં ઠંડીની મજા માણવા માટે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે.

6/10
image

હવામાન વિભાગની આગાહીની અસર માઉન્ટ આબુમાં જોવા મળી છે. આજે શહેરનું તાપમાન માઈનસમાં રહેવાની સંભાવના છે. 

7/10
image

આજે શહેરનું લઘુત્તમ તાપમાન માઈનસ 2 ડિગ્રીએ પહોંચી ગયું છે. મંગળવારે ગુજરાત-રાજસ્થાનની બોર્ડરના હિલ સ્ટેશન પર ઠંડીનો પારો 1.4 ડિગ્રી નોંધાયો હતો. 

8/10
image

બીજી બાજુ માઉન્ટ આબુમાં પારો 1.4 ડિગ્રી પહોંચતા સીઝનનો પ્રથમ બરફ જામ્યો હતો. મંગળવારે સવારે ગૌમુખ રોડ પર સ્થિત ઘરના બાગીચાના પાંદડા પર જામેલી ઝાકળ બરફમાં ફેરવાઇ ગઇ હતી. 

9/10
image

માઉન્ટ આબુનું તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી નીચે આવી ગયું છે. ઝાકળના ટીપા બરફમાં ફેરવાઈ ગયા છે. ઝાકળના ટીપાં કારની છત અને મેદાની પ્રદેશોમાં થીજી ગયા છે.

10/10
image

ઉલ્લેખનીય છે કે, નલિયા ઉપરાંત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાતા જનજીવન પર અસર જોવા મળી રહી છે. જો કે બુધવારથી ન્યૂનતમ પારો બેથી ત્રણ ડિગ્રી ઉંચે ચડવાની સાથે ઠંડીમાં રાહત થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.