બોટાદ: 250 વિદ્યાર્થીઓ વચ્ચે શાળામાં એક જ શિક્ષક, વાલીઓએ કરી તાળાબંધી

શાળામાં નથી પીવાના પાણીની વ્યવસ્થા કે નથી રોડ રસ્તાની સુવિધા જેને લઇ ગામના લોકો દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી સુત્રોચાર કરી વિરોધ નોંધવ્યો છે. જ્યાં સુધી શાળમાં પૂરતા શિક્ષકો તેમજ સુવિધાઓ આપવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ શાળાએ જશે નહીં તવું નિવેદન આપ્યું છે.

બોટાદ: 250 વિદ્યાર્થીઓ વચ્ચે શાળામાં એક જ શિક્ષક, વાલીઓએ કરી તાળાબંધી

રઘુવીર મકવાણા, બોટાદ: ગઢડાના ખડ વાવડી ગામની માધ્યમિક શાળામાં છેલ્લા એક વર્ષથી 250 વિદ્યાર્થીઓએ એક જ શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે. એક શિક્ષક હોવાના કારણે વિદ્યાર્થીઓનું ભણકર બગડી રહ્યું છે. શાળામાં નથી પીવાના પાણીની વ્યવસ્થા કે નથી રોડ રસ્તાની સુવિધા જેને લઇ ગામના લોકો દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી સુત્રોચાર કરી વિરોધ નોંધવ્યો છે. જ્યાં સુધી શાળમાં પૂરતા શિક્ષકો તેમજ સુવિધાઓ આપવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ શાળાએ જશે નહીં તવું નિવેદન આપ્યું છે. તો એક શિક્ષકના કારણે અભ્યાસ ક્રમ અધુરો હોય ધોરણ 10માં નાપાસ થવાની વાતથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર જનો ચિંતામાં જોવા મળી રહ્યાં હતા.

રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીના સંતાનોને શિક્ષણ મળી રહે તેમજ લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવે તેવી લાખો કરોડો રૂપિયાના ખર્ચે જાહેરાત કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓને પૂરતું શિક્ષણ મળે તેવા આશ્રય સાથે બેટી પઢાવોના સૂત્રો સાથે લોકોને સંદેશો આપવામાં આવે છે. પણ અહીં સરકારનું સૂત્ર અને સુવિધા પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે.

આ દર્શયો છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખડ વાવડી ગામના કે જ્યાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ભણવા માટે આધુનિક સુવિધા સાથેનું આ બિલ્ડિંગ તો બનાવવામાં આવ્યું પણ આ શાળામાં આવનાર વિદ્યાર્થીઓ માટે શાળામાં નથી કોઈ પીવાના પાણીની સુવિધા કે શાળા ફરતે નથી કોઈ કમ્પાઉન્ડ વોલ તેમજ વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે નથી કોઈ રોડ રસ્તાની સુવિધા.

આ તમામ સમસ્યા વચ્ચે આ મધમીક શાળાની સૌથી મોટી સમસ્યાથી ગામ લોકો તેમજ વિદ્યાર્થીઓ પરેશાન છે. આ શાળામાં 250 વિદ્યાર્થીઓ વચ્ચે એક માત્ર શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે. ત્યારે ગામ લોકો તેમજ વિદ્યાર્થીઓનો મોટો સવાલ એક શિક્ષકમાં કેવી રીતે અભ્યાસ પૂરો થાય તેમજ આવતા દિવસોમાં ધોરણ 10ની પરીક્ષા આવતી હોય અપૂરતા અભ્યાસ ક્રમને લઈ હાલ તો વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં છે.

ત્યારે ખડ વાવડી ગામના ગામ લોકો દ્વારા અવારનવાર આ શાળામાં પૂરતા શિક્ષકો આપવા તેમજ પૂરતી સુવિધા આપવાને લઈ રાજુવાતો કરવાં આવી હતી. પરંતુ આજ દિન સુધી ગામ લોકોની માંગણી મુજબ શાળામાં પૂરતી સુવિધા ન આપતા આજે ગામ લોકો દ્વારા વિદ્યાર્થીઓને બેનર સાથે સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો છે.

ગામ લોકો શાળાને તાળા બંધી કરવામાં આવેલ અને જ્યાં સુધી આ મધમીક શાળામાં પૂરતા શિક્ષકો અને પૂરતી સુવિધા આપવામાં નહીં આવે ત્યાં સુધી શાળામાં તાળા બંધી રહેશે તેવું નિવેદન આપ્યું હતું. તો બોટાદ જિલ્લાના નવનિયુક્ત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા હાલ શિક્ષણ વિભાગના પ્રતિનિધીને સ્થળ પર મોકલી આપેલ અને તાત્કાલીક સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે તેવું આપ્યું નિવેદન.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news