નર્મદા ડેમના સ્થાપના દિવસ પર ગુજરાતીઓને મળ્યા ‘પાણીદાર’ સમાચાર

આજે સરદાર સરોવર નર્મદા ડેમનો 58મો સ્થાપના દિવસ છે, ત્યારે જ સારા સમાચાર મળ્યા છે. ગત વર્ષે પડેલા વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક ઓછી થઈ હતી, ત્યારે આજે સ્થાપના દિવસ પર નર્મદા ડેમની જળસપાટી વધી હોય તેવા સમાચાર મળ્યા છે. 

નર્મદા ડેમના સ્થાપના દિવસ પર ગુજરાતીઓને મળ્યા ‘પાણીદાર’ સમાચાર

જયેશ દોશી/રાજપીપળા :આજે સરદાર સરોવર નર્મદા ડેમનો 58મો સ્થાપના દિવસ છે, ત્યારે જ સારા સમાચાર મળ્યા છે. ગત વર્ષે પડેલા વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક ઓછી થઈ હતી, ત્યારે આજે સ્થાપના દિવસ પર નર્મદા ડેમની જળસપાટી વધી હોય તેવા સમાચાર મળ્યા છે. 

26માંથી 16 રિપીટ, શા માટે ભાજપે આ બેઠકો પર ‘નો રિપીટ’ થિયરી લાગુ ન કરી?

નર્મદા ડેમના સ્થાપના દિવસે જ ગુજરાતવાસીઓને સમાચાર મળ્યા કે, નર્મદા ડેમની જળસપાટીમાં 36 કલાકમાં 15 સે.મી.નો વધારો થયો છે. ઈન્દિરાસાગર ડેમનાં જળવિદ્યુત મથકો શરૂ થતાં જ સરદાર સરોવરમાં પાણીની આવકમાં વધારો થયો છે. બે દિવસથી પાણીની આવક 39445 ક્યુસેક નોંધાઇ છે. પાણીની આવક વધતા, બે દિવસ પહેલા પાણીની સપાટી 119.23 મીટર હતી, જે આજે 15 સેન્ટીમીટરનાં વધારા સાથે 119.38 મીટરે પહોંચી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યભરમાં આગ ઓકતી ગરમી છે. લોકો કાળઝાળ ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. તો બીજી તરફ, ગુજરાતના અનેક વિસ્તારો પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. ગુજરાતના અનેક ડેમો અને સરોવર તળિયાઝાટક સ્થિતિમાં આવી ગયા છે. ત્યારે ગુજરાતવાસીઓ માટે આ સમાચાર ઠંડક લાગે તેવા છે.

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ
નર્મદા નદીએ ગુજરાતની જીવાદોરી છે અને આ હેતુથી જ સરદાર સરોવર નર્મદા યોજનાને ગુજરાતની જીવાદોરી સમાન ગણવામાં આવે છે. નવાગામ ખાતે બંધ બાંધવા માટે પ્રથમ રજુઆત લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે કરી હતી. તે સમયના વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે આ યોજનાનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. ખાતમુર્હુત બાદ બંધનું કામકાજ અનેક અંતરાયોને પાર કરતા વર્ષ 1987માં શરૂ થયુ. પરંતુ વર્ષ 1994માં નર્મદા બચાવો આંદોલનના પ્રણેતા મેધા પાટકરની આગેવાનીમાં બાબા આમ્ટે, અરુંધતી રોય જેવા લોકોએ પુન:વર્સન અને પર્યાવરણના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પીટીશન કરી. જેના કારણે 1995 માં 80.3 મીટરે કામ અટકયું. અને 4 વર્ષ સુધી ડેમનું કામકાજ અધુરૂ રહ્યુ. ભારે વિવાદોનો સામનો કરી ચુકેલી બહુહેતુક સરદાર સરોવર નર્મદા યોજના કદાચ દુનિયાની એક માત્ર એવી યોજના છે કે જે 70-70 વર્ષે પૂર્ણ થઇ છે. વર્ષ 1946થી નર્મદા યોજનાના સર્વે બાદ વર્ષ 2017માં આ યોજનાનું લોકાર્પણ થયું. આ તમામ ઘટનાઓની સાક્ષી બનેલ નર્મદા યોજનાએ આજે 57 વર્ષ પૂર્ણ થઇને 58માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news