કોરોના કાળમાં ખાનગી હોસ્પિટલોના ડોક્ટરોની કામગીરી પર MLA યોગેશ પટેલે લગાવ્યા ગંભીર આરોપ
વડોદરામાં કોરોના કાળમાં ડોક્ટરોની કામગીરી પર ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. માંજલપુરના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી યોગેશ પટેલે મોટો આક્ષેપ લગાવ્યો છે.
Trending Photos
વડોદરાઃ કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાત મોટા સંકટમાં હતું. ડોક્ટરોએ રાત-દિવસ કામ કરીને કોરોનાની સ્થિતિ કાબુમાં લેવા માટે પ્રયાસો કર્યાં હતા. રાજ્યની સરકારી હોસ્પિટલોની સાથે અનેક ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાની સારવાર આપવામાં આવી હતી. આ વચ્ચે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલે ડોક્ટરોની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.
યોગેશ પટેલે લગાવ્યા ગંભીર આરોપ
વડોદરામાં કોરોના કાળમાં ડોક્ટરોની કામગીરી પર ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. માંજલપુરના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી યોગેશ પટેલે મોટો આક્ષેપ લગાવ્યો છે. યોગેશ પટેલે કહ્યુ કે, કોરોના કાળમાં ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ 1880 કરોડ રૂપિયાની કમાણી કરી છે. વડોદરા શહેરની 160 ખાનગી હોસ્પિટલોમાં 37602 કોરોના ગ્રસ્ત દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ પાટીલે વડોદરાના મેયરને જાહેરમાં ચોખ્ખુ સંભળાવી દીધું કે, ‘હવે મીટિંગ બંધ કરો અને નિર્ણયો લો...’
ડોક્ટરોએ કરી કરોડોની કમાણી
માંજલવુરના ધારાસભ્યએ કહ્યું કે, દર્દી દીઠ સરેરાશ 5 લાખ ખર્ચ ગણો તો આ આંકડો 1880 કરોડ રૂપિયા થાય છે. અનેક દર્દીઓના બિલ 2થી 40 લાખ રૂપિયા થયા છે. કોરોના કાળ વખતે ઝુંબેશ ચલાવી સારવારની ફી અડધી ન કરાવી હોત તો ડોક્ટરો 3500 કરોડ લઈ ગયા હોત આવો આરોપ રાજ્યના પૂર્વ મંત્રીએ લગાવ્યો છે.
યોગેશ પટેલે કહ્યુ કે, કોરોના કાળમાં ડોક્ટરોની બેદરકારીથી મોત થયેલા દર્દીઓના પરિવારને શું વળતર મળ્યું છે. ખાનગી હોસ્પિટલના સંચાલકોએ લોન પૂરી ન કરી તેના બદલે મોંઘી ગાડીઓ ખરીદી ફાર્મ હાઉસ ઉભા કર્યા છે. કોરોના કાળમાં ડોક્ટરોએ કરેલી કામગીરી પર ધારાસભ્યએ ગંભીર આરોપ લગાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે