Private hospitals News

હવે કોરોના દર્દીઓ આયુષ્માન કાર્ડ અને માં કાર્ડ દ્વારા પ્રાઇવેટ હોસ્પિટલમાં ફ્રી સારવ
કોરોનાના સતત વધી રહેલા કેસો મુદ્દે હાઇકોર્ટની સરકારી કામગીરીથી નારાજ હોવાથી સુઓમોટો દાખલ કરી છે. કોવિડ નિયંત્રણમાં જે પ્રકારનો ઉછાળો થયો છે તે ગંભીર મુદ્દો છે. ગુજરાત સરકાર દ્વારા હાઇકોર્ટમાં રજુઆત કરી હતી કે, માં વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડમાં કોરોના સારવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગત્ત 15 એપ્રિલે સરકારે હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિઆ સમક્ષ સોગંદનામું રજુ કર્યું હતું. જેમાં જણાવાયું કે, હાઇકોર્ટનાં સુચન બાદથી જ સરકારે કોરોનાને રોકવા માટે તત્કાલ અસરકારક નિર્ણયો લેવાનાં શરૂ કરી દીધા હતા. આ સાથે જ આયુષ્માન ભારત તથા માં વાસ્તલ્ય કાર્ડ યોજનામાં કોવિડ 19ની સારવારનો પણ સમાવેશ કરવામાં આવી શકે તેમ જણાવ્યું હતું. 
Apr 18,2021, 21:52 PM IST
CORONA ને નામે ફરી ખાનગી હોસ્પિટલોએ ચાલુ કરી ઉઘાડી લૂંટ, દર્દીના સગા પરેશાન
શહેરમાં આવેલી કેટલીક ખાનગી હોસ્પિટલોએ રેમડેસીવીર ઈન્જેક્શન નામે વેપાર શરૂ કર્યો છે. ખાનગી કોવિડ હોસ્પિટલ દ્વારા દર્દીઓને 5400 રૂપિયાના રેમડેસીવીર લેવા માટે મજબુર કરાઈ રહ્યા છે. દર્દીના સગા 900 રૂપિયામાં મળતા ઝાયડ્સના ઈન્જેકશનની માંગ કરે તો પણ 5400 રૂપિયાના ઈન્જેકશન જ છે, એ જ લેવા પડશે તેવું સ્પષ્ટ કહેવામાં આવે છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પરિપત્ર કરી તમામ ખાનગી કોવિડ હોસ્પિટલને જરૂરી રેમડેસીવીર ઈન્જેકશનના ડોઝ હોસ્પિટલના લેટરપેડ પર પોતાના કર્મીના માધ્યમથી લેવા માટે જાણ કરાઈ રહી છે. જો કે ખાનગી હોસ્પિટલ દ્વારા 5400 રૂપિયાના ઇન્જેક્શન લેવા માટે દર્દીના સગાને ફરજ પડાઈ રહી છે. 
Apr 9,2021, 23:30 PM IST
ઉઘાડી લૂંટ કરતી અમદાવાદની ખાનગી હોસ્પિટલોએ કોરોનાની સારવાર માટે આખરે ભાવ ઘટાડ્યો
Jun 2,2020, 9:06 AM IST
અમદાવાદ : ખાનગી હોસ્પિટલ-ક્લિનિક ન ખોલનાર 228 તબીબોને નોટિસ ફટકારાઈ
અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની આજે મળેલી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો લેવાયા છે. આજે વધુ 800 બેડની 8 ખાનગી હોસ્પિટલનો કોવિડ હોસ્પિટલ તરીકે મંજૂરી આપવામાં આવી છે. ચાંદખેડા, કુબેરનગર, આંબાવાડી, બાપુનગર, મેમકો, સાયન્સ સીટી, મણિનગરમાં ખાનગી હોસ્પિટલો (private hospitals) ને મંજૂરી અપાઈ છે. આ સાથે કુલ 16 ખાનગી હોસ્પિટલોમાં કોવિડ સેન્ટર ઉભા કરાયાં છે. આજે અમદાવાદ (Ahmedabad) શહેરમાં 228 ખાનગી ક્લિનિક-હોસ્પિટલ ખૂલ્યાં છે. શહેરમાં 3000 બેડની 60 હોટલોને કોવિડ સ્પેશિયલ સેન્ટર બનાવવા આદેશ કરાયા છે. અમદાવાદના 1409 જેટલા સુપર સ્પ્રેડર્સની આજે દરેક ઝોનમાં ચકાસણી થઈ હતી. સુપર સ્પ્રેડર્સ લોકડાઉનનું ચુસ્ત પાલન કરે તે સફળતાપૂર્વક અમલી બનાવ્યાનો સંકલન અધિકારી રાજીવ ગુપ્તા દ્વારા દાવો કરાયો છે.
May 8,2020, 11:19 AM IST
સરકારની 'મા કાર્ડ' યોજનાની ખુલી પોલ, જુઓ વિગત
Jul 19,2019, 14:50 PM IST

Trending news