છાતી ઠોકીને હાર્દિક પટેલનો મોટો દાવો, ગુજરાતને વધુ એક નવા જિલ્લાના આપ્યા જાહેરમાં સંકેત

Hardik Patel : વિરમગામમાં ધારાસભ્ય હાર્દિક પટેલનો મોટો દાવો... કહ્યું, વિરમગામ બનશે જિલ્લો.. અને નળકાંઠા બનશે તાલુકો.... એક કાર્યક્રમ દરમિયાન હાર્દિક પટેલે કર્યું નિવેદન... 

છાતી ઠોકીને હાર્દિક પટેલનો મોટો દાવો, ગુજરાતને વધુ એક નવા જિલ્લાના આપ્યા જાહેરમાં સંકેત

Gujarat New District અમદાવાદ : ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુમરખાણનું ભૂમિ પૂજન અને પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરાયું હતું. વિરમગામના નળકાંઠા વિસ્તારમાં આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બનાવવા રૂ. 2 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવિન મકાનનું નિર્માણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય હાર્દિક પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ઘણા બધાના મનમાં હશે કે થરાદ જિલ્લો કેમ બની ગયો છે. બનાસકાંઠા 4 જિલ્લાઓ બની શકે તેવડો મોટો જિલ્લો છે. એટલા માટે ના છૂટકે અત્યારે જિલ્લો બનાવવાની જરૂર હતી. પણ આપણુ વિરમગામ જિલ્લો બનશે. વિરમગામ જિલ્લો બનશે એટલે નળકાંઠા તાલુકો બનશે છાતી ઠોકીને તમને કહીને કહું છું.
 
અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલ કુમરખાણ ખાતે ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર - આરોગ્ય પરમ ધનમ્ ના નવિન મકાનનું ભુમિ પૂજન કરવામાં આવ્યુ અને પ્રાથમિક શાળા કુમરખાણના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. અંદાજીત રૂપિયા 2 કરોડના ખર્ચે કુમરખાણ ખાતે આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવિન મકાનનું નિર્માણ કરવામાં આવશે અને રૂપિયા 70 લાખના ખર્ચે પ્રાથમિક શાળાના નવિન મકાનનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય હાર્દિકભાઇ પટેલ, અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલા, પ્રમોદભાઇ પટેલ, ગોવિંદભાઇ મકવાણા, દિગ્પાલસિંહ ચુડાસમા, જગદીશભાઇ વડલાણી, વિષ્ણુભાઇ જાદવ, જનકભાઈ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ પરમાર સહિત જીલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો, સરપંચો, ચુંટાયેલા પદાધિકારીઓ, રાજકીય હોદ્દેદારો - કાર્યકર્તાઓ, આરોગ્ય - શિક્ષણ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહિત નળકાંઠા વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. 

અત્રે ઉલ્લેખનિય છે કે, કાર્યરત તેમજ નવીન મકાનમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ ઓફિસર, ફાર્માશિષ્ટ, લેબોરેટરી ટેકનિશિયન, સ્ટાફનર્સ, મલ્ટીપરપઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, મલ્ટીપરપઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર દ્વારા આરોગ્ય સેવાઓ પુરા પાડવામાં આવે છે. જેમાં દર્દીઓને નિઃશુલ્ક નિદાન-સારવાર, દવાઓ, લેબોરેટરી તપાસ સહિતની આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે. આ ઉપરાંત 24 કલાક ડિલેવરી સહિતની આવશ્યક સેવાઓ પણ આપવામાં આવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુમરખાણ ખાતે મહિને 30થી વધુ સુવાવડ કરાવવામાં આવે છે અને એમ્બ્યુલન્સની સુવીધા પણ ઉપલબ્ધ છે.

વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના કુમારખાણ ગામે 2.70 કરોડ રૂપિયાના વિકાસ કામોનું  ભૂમિ પૂજન અને લોકાર્પણ કર્યું. કુમારખાણ ગામે 70 લાખના ખર્ચે નિર્માણ પામેલ સરકારી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ નળકાંઠા વિસ્તારના લોકોને નજીકમાં જ આરોગ્ય સેવાનો લાભ મળે તેવા હેતુથી કુમારખાણ ગામે 2 કરોડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું. નળકાંઠા વિસ્તારના લોકોને ચૂંટણી સમયે વચન આપ્યું હતું કે બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને વિરમગામ ધક્કા નહીં ખાવા પડે જે વચન પૂર્ણ કર્યું અને આજે નળકાંઠાના વિદ્યાર્થીઓ કમીજલા સ્કૂલમાં જ બોર્ડની પરીક્ષા આપે છે. ચૂંટણી દરમિયાન નળકાંઠા વિસ્તારને આપેલ તમામ વચન નિભાવી રહ્યો છું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news