આ પાટીદાર મહિલાને શેરમાર્કેટની સલાહ આપવી ભારે પડી, SEBI એ 54 કરોડની સંપત્તિ જપ્ત કરી

Who is Asmita Jitesh Patel : SEBI એ સોશિયલ મીડિયા પ્રભાવક અસ્મિતા જીતેશ પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તેમના પર સ્ટોક માર્કેટ ટિપ્સ આપવા અને રજિસ્ટ્રેશન વગર કોર્સ વેચવાનો આરોપ છે. આના કારણે ઘણા રોકાણકારોને નુકસાન થયું છે. તેમની ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. જાણો કોણ છે અસ્મિતા પટેલ અને શું છે આખો મામલો

આ પાટીદાર મહિલાને શેરમાર્કેટની સલાહ આપવી ભારે પડી, SEBI એ 54 કરોડની સંપત્તિ જપ્ત કરી

She Wolf Of Stock Markets : સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ લોકોને ઓનલાઈન શેરબજારની ટિપ્સ આપતી અસ્મિતા જીતેશ પટેલ સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. તેણી પર રજીસ્ટ્રેશન વગર શેરબજારની ટિપ્સ આપવાનો આરોપ છે. અસ્મિતા શેરબજારની 'શી વુલ્ફ' અને 'ઓપ્શન્સ ક્વીન' તરીકે ઓળખાય છે.

  • અસ્મિતા પટેલ સામે SEBIએ પોતાની પકડ વધુ કડક કરી છે
  • અસ્મિતાની ટીપ્સને કારણે ઘણા રોકાણકારોને નુકસાન થયું હતું
  • અસ્મિતાનું બોલિવૂડ કનેક્શન સામે આવ્યું છે

આ ઉપરાંત અસ્મિતા ઓનલાઈન કોર્સ પણ ચલાવતી હતી જેના બદલામાં લોકો પાસેથી મોટી ફી વસૂલવામાં આવતી હતી. આમાં ઘણા રોકાણકારોને નુકસાન થયું હતું. આવા રોકાણકારોની ફરિયાદ પછી, સેબીએ કાર્યવાહી કરી અને તેમના દ્વારા કમાયેલા અંદાજે રૂ. 104 કરોડમાંથી રૂ. 54 કરોડ જપ્ત કર્યા. આ ઉપરાંત તેને અને તેના પતિને શેરબજારમાં કામ કરવા પર રોક લગાવવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર ઘણા ફોલોઅર્સ
અસ્મિતા જીતેશ પટેલ સોશિયલ મીડિયા પર સારી પકડ ધરાવે છે. ઘણા લોકો તેને 'ક્વીન ઓફ ઓપ્શન્સ ટ્રેડિંગ' પણ કહે છે. તેમની યુટ્યુબ ચેનલ પર 5 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર 2.80 લાખથી વધુ ફોલોઅર્સ છે. આ સિવાય ફેસબુક પર તેના 73000 ફોલોઅર્સ, લિંક્ડઇન પર 2000 ફોલોઅર્સ અને ફેસબુક પર 4200 ફોલોઅર્સ છે. આ મામલો સામે આવ્યા બાદ તેનું એક્સ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

ટિપ્સ વેચીને કરોડો કમાયા
અસ્મિતા પાસે અસ્મિતા પટેલ ગ્લોબલ સ્કૂલ ઓફ ટ્રેડિંગ પ્રાઈવેટ લિમિટેડ નામની સ્કૂલ પણ ચલાવે છે. તેણી સ્કૂલની સ્થાપક છે. તેમની કંપની વિવિધ ટ્રેડિંગ કોર્સ ઓફર કરે છે. તે શેર માર્કેટમાં ઓનલાઈન કોર્સ શીખવાડે છે. સેબીએ આ શાળા અને તેની સાથે સંકળાયેલી અન્ય પાંચ સંસ્થાઓ સામે કાર્યવાહી કરી છે.

તપાસમાં સામે આવ્યું છે કે અસ્મિતાએ ઓનલાઈન કોર્સ દ્વારા 104 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તે સેમિનાર અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા પણ કમાણી કરે છે. આમાં તે તેના પતિ જીતેશ જેઠાલાલ પટેલ સાથે મળીને કમાણી કરતી હતી.

SEBIએ હાલમાં જ એવા લોકો પર પ્રતિબંધ મૂક્યો છે જેઓ નોંધણી વગર લોકોને શેરબજારની ટિપ્સ આપે છે. અસ્મિતા પણ એમ જ કરતી હતી. ઘણા રોકાણકારોએ તેની સ્ટોક ટીપ્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગ વ્યૂહરચનાથી કરોડો રૂપિયા ગુમાવ્યા હતા. તેના અભ્યાસક્રમોમાં ભાગ લેનારા 42 લોકોએ ફરિયાદ કરી હતી કે આ કારણે તેમને નુકસાન થયું છે. આ પછી સેબીએ તપાસ શરૂ કરી.

સેલિબ્રિટી સાથે જોડાણ
અસ્મિતાની વેબસાઈટ (asmitapatel.com) જણાવે છે કે તે બોલીવુડ અને અન્ય મોટી હસ્તીઓ સાથે કનેક્શન ધરાવે છે. વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, પ્રતિક ગાંધી, અનુપમ ખેર, કપિલ દેવ, મનોજ મુન્તાશીર અને ઘણા કંપનીના સ્થાપકો અને સીઈઓ તેમની ઈવેન્ટમાં હાજરી આપી ચૂક્યા છે.

આ સિવાય તે બોલિવૂડ સહિત અન્ય સેલિબ્રિટીઝ સાથે અનેક એવોર્ડ સેરેમનીમાં પણ જોવા મળે છે. જેમાં રાજકુમાર રાવ, સોનમ કપૂર, નુસરત ભરૂચા, રકુલ પ્રીત સિંહ, વરુણ ધવન, સોનુ સૂદ વગેરેનો સમાવેશ થાય છે. એક ફોટોમાં તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસ સાથે પણ જોવા મળી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news