Watch Video: 'મોદીજી આ જનમમાં તો તમે અમને નહીં હરાવી શકો'....હાર બાદ કેજરીવાલનો આ Video ભયંકર વાયરલ
Delhi Election Result: દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ભૂંડી હાર બાદ હવે સોશિયલ મીડિયામાં જૂના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાંનો એક વીડિયો કેજરીવાલનો પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેઓ નરેન્દ્ર મોદીને પડકારતા જોવા મળે છે.
Trending Photos
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને આખરે જનતાએ વિદાય આપી દીધી અને ભાજપના 27 વર્ષના વનવાસને પૂરો કરીને કમળ ખિલાવી દીધુ. 70 સીટોવાળી વિધાનસબામાં લગભગ 48 સીટો ભાજપ મેળવી રહી છે જ્યારે આમ આદમી પાર્ટી 22 સીટો પર સમેટાઈ રહી છે. છેલ્લી બે ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મેળવનારી આમ આદમી પાર્ટીને આ વખતે જનતાએ નકારી દીધી છે.
આમ આદમી પાર્ટીની હાર બાદ હવે અરવિંદ કેજરીવાલના અનેક જૂના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક વીડિયો તો એવો ભયંકર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મંચ પરથી પડકાર ફેંકતા જોવા મળી રહ્યા છે. કેજરીવાલે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી તેમને આ જનમમાં દિલ્હીમાં હરાવી શકશે નહીં.
શું કહ્યું હતું કેજરીવાલે?
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે હું નરેન્દ્ર મોદીને કહેવા માંગુ છું કે કે મોદીજી આ જનમમાં તો તમે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને હરાવી શકશો નહીં. તમારે બીજો જનમ લેવો પડશે. અરવિંદ કેજરીવાલનો આ વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. ભાજપ અને તેના સમર્થકો વીડિયોને શેર કરતા અરવિંદ કેજરીવાલને યાદ અપાવી રહ્યા છે કે તેઓ આ જનમમાં જ હારી ચૂક્યા છે.
केजरीवाल को इतना अहंकार था …कहता था मोदी जी को दूसरा जन्म लेना पड़ेगा @p_sahibsingh बधाई हो आपको …आपने दिल्ली से तानाशाही को खत्म कर दिया 💪#ModiHaiToMumkinHai pic.twitter.com/6TexDDuDaQ
— Major Surendra Poonia (@MajorPoonia) February 8, 2025
70 બેઠકોવાળી દિલ્હી વિધાનસભામાં અરવિંદ કેજરીવાલની પાર્ટી લગભગ બે ડઝન સીટો પર સમેટાઈ રહી છે. જ્યારે ભાજપ જંગી બહુમતીથી વર્ષોનો વનવાસ પૂરો કરીને શાનદાર વાપસી કરતું જોવા મળી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે