દુનિયાના આ 5 દેશોમાં રાજ કરે છે ભારતીય કરન્સી, ડોલરને પણ ટક્કર આપે છે 1 રૂપિયાનો સિક્કો!
Indian Rupee: ઘણા બધા લોકોનું સપનું હોય છે કે, લાઈફમાં એકવાર તે જરૂર વિદેશની યાત્રા કરે. પરંતુ તેમની આ ઈચ્છાની વચ્ચે દિવાલ બની ઊભી રહી જાય છે બજેટની સમસ્યા અને મોંઘવારી.
કોસ્ટા રિકાની કરન્સી
નંબર વન પર આવે છે તે નામ કોસ્ટા રિકા છે, જે ભારતીય સમુદાયના લોકોમાં પ્રવાસ માટે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અહીંના સુંદર બીચ લોકોને ખૂબ જ ગમે છે. આ દેશમાં 1 ભારતીય રૂપિયાની કિંમત 8.65 કોલોન થાય છે, તેથી તમે ઓછા બજેટમાં પણ અહીં મુસાફરી કરવાની યોજના બનાવી શકો છો.
હંગરીની કરન્સી
હંગેરી સેન્ટ્રલ યૂરોપમાં સ્થિત આ નાના દેશનો મોટાભાગનો ભાગ પ્રહાડો અને મેદાનોથી ઘેરાયેલો છે. આ દેશમાં સૌથી મોટા આકર્ષણમાંથી એક ડેન્યુબ નદી છે, જે દેશના મધ્ય ભાગમાંથી પસાર થાય છે. આ સિવાય અહીંના ત્રણ મીઠા પાણીના તળાવો લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. કરન્સી વિશે વાત કરીએ તો, અહીં 1 ભારતીય રૂપિયો 4.52 ફોરિન્ટની બરાબર થાય છે.
વિયેતનામની કરન્સી
દક્ષિણ-પૂર્વ એશિયામાં સ્થિત વિયેતનામની સીમા ઉત્તરમાં ચીન અને પૂર્વમાં દક્ષિણ ચીન સાગરથી ધેરાયેલી છે. આ દેશ તેના વિશાળ દરિયાકિનારા માટે જાણીતો છે, જેની કુલ લંબાઈ લગભગ 3400 કિમીની આસપાસ હોવાનું કહેવાય છે. આ દેશનો મધ્ય ભાગ ખુબસુરત પહાડો અને જંગલોથી ઘેરાયેલો છે. વિયેતનામમાં ભારતીય 1 રૂપિયાના સિક્કાની કિંમત 338.35 ડોંગ થાય છે.
કંબોડિયન કરન્સી
ભારતીય સંસ્કૃતિ, ઈતિહાસ અને વિશ્વના સૌથી મોટા મંદિર માટે પ્રખ્યાત આ દેશ ભારતીયોને ખૂબ જ પસંદ છે અને ભારતના લોકો મોટી સંખ્યામાં કંબોડિયાની મુલાકાત લેવાનું પસંદ કરે છે. ઈતિહાસ અને સંસ્કૃતિથી ભરપૂર આ દેશમાં 1 ભારતીય રૂપિયો 53.64 Rielમાં રૂપાંતરિત થાય છે, જ્યાં તમે ઓછા બજેટમાં ફરવાનો પ્લાન બનાવી શકો છો.
ઇન્ડોનેશિયન કરન્સી
વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા આ દેશમાં મોટી સંખ્યામાં ભારતીય હિન્દુઓ આવે છે, જેનું કારણ ઇન્ડોનેશિયામાં સ્થિત હિન્દુ સંસ્કૃતિના ઈતિહાસથી ધેરાયેલા પહાડો, મૂર્તિઓ અને સમૃદ્ધ ઇતિહાસ છે. આ દેશમાં ભારતીય કરન્સી સૌથી મજબૂત માનવામાં આવે છે, જેના કારણે ઇન્ડોનેશિયામાં 1 રૂપિયાના સિક્કાની કિંમત 197.46 ઇન્ડોનેશિયન રૂપિયામાં બરાબર થાય છે. જ્યાં તમે બજેટમાં વધુ સમય પસાર કરી શકો છો.
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. Zee 24 કલાક આ વાતની પુષ્ટિ કરતું નથી.
Trending Photos