Cleaning Tips: ચાની ગંદી ગરણી આખા ઘરને બીમાર કરશે, સાફ કરવામાં 5 મિનિટ પણ નહીં લાગે, ટ્રાય કરો આ રીત
How To Clean Dirty Tea Strainer: દરેક ઘરમાં રોજ એક કરતાં વધારે વખત તો ચા બનતી જ હોય છે. વારંવાર ચા બનતી હોવાથી સૌથી વધુ ખરાબ ચાની ગરણી થાય છે. ચાની ખરાબ થયેલી ગરણીને જો સમયે સમયે સારી રીતે સાફ કરવામાં ન આવે તો તે બીમારીનું કારણ પણ બની શકે છે.
કાળી થયેલી ગરણી
ગરણી ખરાબ થઈ ગઈ હોય ત્યારે તે કાળી દેખાવા લાગે છે. આ રીતે કાળી થયેલી ગરણીને સાફ કરવામાં જરા પણ સમય લાગતો નથી. આ ગરણીને 5 મિનિટમાં સાફ કરવી હોય તો આ વસ્તુઓનો ઉપયોગ કરજો.
લીંબુ
ગરણીને નવી હોય તેવી ચમકાવવી હોય તો લીંબુનો ઉપયોગ કરો. લીંબુ એક નેચરલ ક્લીંઝર છે. તેનાથી ચાની ગરણી ઝડપથી સાફ થઈ જાય છે.
ગરમ પાણી
ગરમ પાણીથી ગરણી સાફ કરવાથી તે સાફ પણ થશે અને અંદર જામેલા સુક્ષ્મ બેક્ટેરિયાનો પણ નાશ થઈ જશે. તેના માટે પાણી ઉકાળી તેમાં 5 મિનિટ માટે ગરણી રાખી દેવી.
બેકિંગ સોડા
બેકિંગ સોડા વાસણને સાફ કરવાનો સૌથી બેસ્ટ ઉપાય છે. બેકિંગ પાવડરમાં વિનેગર મિક્સ કરી ગરણી સાફ કરવી જોઈએ.
ગેસ ફ્લેમ
સ્ટીલની કાળી પડેલી ગરણીને ગેસની ફ્લેમ પર ગરમ કરવાથી તે ઝડપથી સાફ થઈ શકે છે.
Trending Photos