દક્ષિણ ગુજરાતમાં કામદારો કંપનીઓ સામે લડી લેવાના મૂડમાં, નથી ચૂકવાયો પગાર

દક્ષિણ ગુજરાતમાં અનેક શહેરોમાં આજે કામદારો કંપનીઓ સામે લડી લેવાના મૂડમાં છે. તેથી અનેક કામદારોએ કંપની સામે બળવો પોકાર્યો હતો. સુરત,  ભરૂચ, દમણમાં કામદારોએ કંપની માલિકોનો વિરોધ કર્યો હતો. 
દક્ષિણ ગુજરાતમાં કામદારો કંપનીઓ સામે લડી લેવાના મૂડમાં, નથી ચૂકવાયો પગાર

ઝી મીડિયા/બ્યૂરો :દક્ષિણ ગુજરાતમાં અનેક શહેરોમાં આજે કામદારો કંપનીઓ સામે લડી લેવાના મૂડમાં છે. તેથી અનેક કામદારોએ કંપની સામે બળવો પોકાર્યો હતો. સુરત,  ભરૂચ, દમણમાં કામદારોએ કંપની માલિકોનો વિરોધ કર્યો હતો. 

સુરતમાં મજૂરો રસ્તા પર ઉતર્યાં
સુરતમાં આજે કાપોદ્રા વિસ્તારમાં વહેલી સવારે કેટલાક મજૂરો રોડ પર ઉતરી આવ્યા હતા. વહેલી સવારે મજૂરો ઉતર્યા હતા. રોડ પર ઉતરેલા શ્રમિકોએ ધરતીનગરમાં પ્રરપ્રાંતિયો શ્રમિકો ભોજન ન મળતું હોવાના આક્ષેપ તેઓએ કર્યો હતો. માદરે વતન જવાની માંગ લઈને કામદારોએ હોબાળો કર્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને આશ્વાસન આપ્યા બાદ મામલો થાળે પાડ્યો હતો. 

અંકલેશ્વર જીઆઈડીસીમાં પગાર મામલે હોબાળો 
ભરૂચમાં અંકલેશ્વર જીઆઇડીસીની જીઆઈએલ કંપનીમાં કામદારોએ પગાર મામલે હોબાળો કર્યો હતો. 150 જેટલા કામદારોએ માર્ચ અને એપ્રિલ મહિનાના પગાર મામલે હોબાળો કર્યો હતો. જીઆઇડીસી પોલીસ આ બનાવ બનતા જ ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડવા પ્રયાસો હાથ ધર્યો હતો. કામદારો દ્વારા કંપની તાત્કાલિક અસરથી પગાર અને રાશન આપે તેવી માંગ કરી હતી.

દમણની અનેક કંપનીના કામદારો પગારથી વંચિત રહી ગયાના બનાવ બન્યા છે. તંત્રના આદેશને કંપનીઓ ઘોળીને પી ગઈ છે. દમણમાં દૂનેઠા નજ ઓપેરા કંપની દ્વારા કામદારોને પગાર ચૂકવાયો નથી. 450 થી વધુ કામદારોએ હંગામો મચાવ્યો હતો. લોકડાઉનમાં આર્થિક તંગીમાં આવી ગયેલા કામદારો પાસે પૈસા અને રાશન પણ ખૂટતા કામદારોની હાલત કફોડી બની હતી. આમ, કંપની સામે કામદારોએ રોષ વ્યક્ત કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news