ભાજપમાં લોકસભાની ચૂંટણીની તૈયારીનો ધમધમાટ તો કોંગ્રેસમાં એક સાધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ
સૌરાષ્ટ્ર કોંગ્રેસના એક બાદ એક સિનિયર નેતાઓ પોતાના જ મવડી મંડળ દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી નારાજ થઈ રહ્યા છે. પહેલા કુવરજી બાવળીયા, વિક્રમ માડમ અને મહમદ પિરજાદા બાદ હવે ઈન્દ્રનિલ રાજગુરૂ કોંગ્રેસ મવડી મંડળથી નારાજ થઈ ગયા છે.
Trending Photos
અમદાવાદ: એક તરફથી ભાજપમાં લોકસભાની ચૂંટણી મુદ્દે ધમાસાણ તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસમાં એક સાધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના એક બાદ એક સિનિયર નેતાઓ પોતાના જ મવડી મંડળ દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી નારાજ થઈ રહ્યા છે. પહેલા કુવરજી બાવળીયા, વિક્રમ માડમ અને મહમદ પિરજાદા બાદ હવે ઈન્દ્રનિલ રાજગુરૂ કોંગ્રેસ મવડી મંડળથી નારાજ થઈ ગયા છે.
રવિવારના રોજ કુંવરજી બાવળીયાએ જસદણ પંથકના વિંછિયામાં કોળી સમાજનું સમરસતા સંમેલન યોજ્યું હતું. આ સંમેલનમાં ભાજપ તરફી વોટીંગ કરનાર જસદણના કોંગી પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહીલ પણ હાજર હતા. તો સાથો સાથ ચોટીલા કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા પણ હાજર હતા. તો સંમેલન બાદ કુંવરજી બાવળીયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જસદણ વિસ્તારના 5 વખત ભરોસો મૂકી મને ધારાસભ્ય બનાવ્યો છે. ત્યારે વિસ્તારના વિકાસ અને ઉત્કર્ષ માટે આગામી દિવસોમાં આગળ વધવાનું થશે તો સમાજ અને વિસ્તારના લોકોને સાથે રાખી વધીશું.
તો વિછિંયામાં મળેલા કોળી સમાજના સંમેલનમાં તમામ કોળી આગેવાનોએ રાજકીય તાકાત વધારવાની વાતનું ઉચ્ચારણ કર્યુ હતું. ત્યારે જેના પારિવારીક લોહીમાં રાજકારણ છે તેવા ઈન્દ્રનિલ રાજગુરૂ બાવળીયાની આ પ્રેસર ટેકનિક જાણી ગયા હતા. જેથી ઈન્દ્રનિલ રાજગુરૂએ બાવળીયાની પ્રેસર ટેકનિકનું રાજકિય એન્કાઉન્ટર થઈ જાઈ તે માટે રાજીનામું ધરી દીધું. ત્યારે ખુદ પત્રકારો સાથેની વાતચીતમાં ઈન્દ્રનિલ રાજગુરૂએ બાવળીયા અંગે પોતાની હૈયા વરાળ પણ ઠાલવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે