ગુમ મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ છેલ્લે વડોદરામાં જોવા મળ્યા, CCTV માં ચાલતા જતા દેખાયા

જૂનાગઢ ભારતી આશ્રમના ગાદીપતિ હરીહરાનંદ બાપુ ગુમ થવાનો મામલે હવે સીસીટીવી સામે આવ્યા છે. બાપુ ગુમ થતા પહેલા વડોદરા ક્રિષ્ણા હોટેલ પાસેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં હરીહરાનંદ બાપુ રસ્તા પર ચાલતા દેખાય છે. ઉલ્લેખનીય છે કે, સરખેજ આશ્રમના વિવાદથી હરીહરાનંદ બાપુ કંટાળી ગયા હતા. વડોદરા ક્રાઈમ બ્રાન્ચ, વાડી પોલીસ સહિતની ટીમો બાપુને શોધવામાં લાગી ગઈ છે. ત્યારે કપુરાઇ ચોકડી પાસે આવેલી ક્રિષ્ના હોટલ પાસે બાપુ છેલ્લે દેખાયા હતા, જેના આધારે શોધખોળ ચાલુ કરાઈ છે. 

ગુમ મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદ છેલ્લે વડોદરામાં જોવા મળ્યા, CCTV માં ચાલતા જતા દેખાયા

રવિ અગ્રવાલ/વડોદરા :જૂનાગઢ ભારતી આશ્રમના ગાદીપતિ હરીહરાનંદ બાપુ ગુમ થવાનો મામલે હવે સીસીટીવી સામે આવ્યા છે. બાપુ ગુમ થતા પહેલા વડોદરા ક્રિષ્ણા હોટેલ પાસેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં હરીહરાનંદ બાપુ રસ્તા પર ચાલતા દેખાય છે. ઉલ્લેખનીય છે કે, સરખેજ આશ્રમના વિવાદથી હરીહરાનંદ બાપુ કંટાળી ગયા હતા. વડોદરા ક્રાઈમ બ્રાન્ચ, વાડી પોલીસ સહિતની ટીમો બાપુને શોધવામાં લાગી ગઈ છે. ત્યારે કપુરાઇ ચોકડી પાસે આવેલી ક્રિષ્ના હોટલ પાસે બાપુ છેલ્લે દેખાયા હતા, જેના આધારે શોધખોળ ચાલુ કરાઈ છે. 

બીજી તરફ, ગુમ થયેલા હરીહરાનંદ ભારતી બાપુ વડોદરામાં તેમના ભક્ત રાકેશભાઈ ડોડીયાના ઘરે આવ્યા હોવાનુ સામે આવ્યુ છે.  30 એપ્રિલના રોજ રાકેશભાઈ ડોડીયાના ઘરે બાપુ આવ્યા હતા. તેમણે ભક્ત રાકેશ ડોડીયાના ઘરે ભોજન પણ લીધું હતું. અમદાવાદથી સુરત જતાં સમયે વડોદરામાં ભક્ત રાકેશના ઘરે હરીહરાનંદ બાપુ આવ્યા હતા. ભક્ત રાકેશ ડોડીયાએ જણાવ્યુ કે, તેઓએ બાપુને કપુરાઇ ચોકડી હાઇવે પાસે આવેલ હનુમાનજી મંદિર પર ઉતાર્યા હતા. વડોદરાના ખાસવાડી સ્મશાનના કાળુ મહારાજને મળવા જવું છે એટલે મને અહીંયા ઉતારી દે એવું ભક્તને હરીહરાનંદ બાપુએ કહ્યું હતું. ત્યારે વાડી પોલીસ સ્ટેશનમાં કેવડીયા આશ્રમના સંત પરમેશ્વર ભારતીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. 

ઉલ્લેખનીય છે કે, જાણીતા સંત ભારતી બાપુના ઉત્તરાધિકારી હરિહરાનંદ સ્વામી થયા લાપતા મામલે આશ્રમની સંપત્તિનો કથિત વિવાદ સામે આવ્યો ચે. નર્મદા કિનારે ભારતી બાપુનો આશ્રમ આવેલો છે. ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ સંપત્તિનો વિવાદ ઉભો થયો છે. બ્રહ્મલીન થયા બાદ બોગસ વિલ કરી હોવાનો કેટલાક લોકોએ દાવો કર્યો છે. સંપત્તિના વિવાદને કારણે વિવાદથી કંટાળીને સ્વામીએ કહ્યું બધું છોડીને જઈ રહ્યો છું, ભારતી બાપુના જૂનાગઢ, સરખેજ અને ગોરા-નર્મદામાં આશ્રમ આવેલા છે.

મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુ આચાનક ગુમ, લેખિત ચિઠ્ઠી અને વીડિયો સામે આવતા ખળભળાટ

હરીહરાનંદ ભારતી બાપુએ ગુમ થતાં પહેલાં એક ચીઠ્ઠી લખી હતી, એટલું જ નહીં એક વિડિયો પણ બનાવ્યો હતો. હરીહરાનંદ ભારતી બાપુ જૂનાગઢ ભારતી આશ્રમના સ્થાપક ભારતી બાપુના દેવલોક થયા બાદ ગાદી સંભાળી રહ્યા છે. આજની ઘટના બાદ હરીહરાનંદ ભારતી બાપુના ભક્તો વડોદરાના વાડી પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતા. હરીહરાનંદ ભારતી બાપુને માથાભારે શખ્શો તરફથી જાનથી મારી નાખવાની ધાક ધમકી પણ મળતી હોવાનો આક્ષેપ ભક્તોએ પોલીસ સ્ટેશનમાં કરી હતી. જેણા કારણે વડોદરા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news