જો ગુજરાત સરકાર આ સમસ્યાનો ઉકેલ નહી લાવે તો ઘરે ઘરે ખેલાશે ખુનની હોળી, ભાઇ સગા ભાઇનો દુશ્મન બનશે
ગુજરાત સામે હાલ એક વિકરાળ સમસ્યા ઉભી થઇ જો તેનો ઉકેલ નહી આવે તો સમસ્યા વિકરાળ બની જશે, જો કે આ અંગે કેન્દ્રીય મંત્રી પણ ઝડપથી ઉકેલ લાવવા પ્રયાસરત હોવાનું નિવેદન આપી ચુક્યાં છે.
Trending Photos
અમરેલી : સરકાર દ્વારા સેટેલાઈટ જમીન માપણીની સમસ્યા હજી સુધી પૂર્ણ નથી થઇ માપણી દરમિયાન થયેલ ભૂલોમાં ખેડૂતોની જમીન જતી રહી છે. હજુ સુધી પણ કેટલાક ખેડૂતોએ અરજી કરી છે. આમ છતાં હજુ સુધી કોઇ નિરાકરણ નથી આવ્યું. ખેડૂતોની જમીન સેટેલાઈટ માપણીની સમસ્યા આજ દિન સુધી પૂર્ણ નથી થઇ. સરકાર દ્વારા ખેડૂતોની જમીનનું માપણી સેટેલાઈટ દ્વારા કરવામાં આવી હતી તેને લઈને ક્યાંકને ક્યાંક ખેડૂતોની જમીનની માપણીમાં અનેક ભૂલો થયેલી છે. કોઈ ખેડૂતોની જમીન બીજાના નામે થયેલી જોવા મળે છે તો કોઈ ખેડૂતોના નકશા બીજા ખેડૂતોમાં વળી જતા જોવા મળે છે, ત્યારે ખેડૂતોએ આ બાબતે અનેક વખત રજુઆત કરી છે પરંતુ હજુ સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી.
સેટેલાઇટ દ્વારા ખેડૂતોની જમીન માપણી થઇ છે, તેને લઇને ખેડૂતો અવઢવમાં મુકાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતોની જમીન છે તેના નકશા બીજા ખેડૂતોમાં ભૂલી ગયા છે. તો કોઈ ખેડૂતનું નામ બીજા કોઈ ખેડૂતના જમીનના ખાતે થઈ ગયું છે. જેને લઇને ખેડૂતોને મુશ્કેલી સર્જાઈ છે તંત્રને રજૂઆત કરી છે છતાં હજુ સુધી માપણી ની મોકાણ માં કોઈ વ્યવસ્થા થઈ નથી.
સેટેલાઇટ દ્વારા જે ખેડૂતોની માપણી થઇ છે તેને લઇને ખેડૂતો આ બાબતને સારી જણાવી રહ્યા છે, પરંતુ એકબીજાની જમીનના નકશા એકબીજા ખેડૂતોમાં આવી જતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે કારણ કે ખેડૂતો પાસે વર્ષોથી પોતાની જમીન છે. આ જમીન બીજા કોઈ ખેડૂતોના નકશામાં જતાં ખેડૂતો શું કરવું તે સમજી નથી શકતા. આ બાબતે ખેડૂતોએ અનેક વખત રજુઆતો પણ કરી છે, પરંતુ આજદિન સુધી આ રજૂઆતનો કોઈ નિર્ણય આવ્યો નથી. ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે, વહેલી તકે આ બાબતનું નિરાકરણ લાવવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય કારણ કે એકબીજાની જમીન એકબીજાના નકશામાં જતા રહેતી હોવાથી ખેડૂતો સમજી શકતા નથી કે આ બાબતે શું કરવું. સરકાર દ્વારા જે ખેડૂતોની સેટેલાઇટ દ્વારા જમીન માપણી કરી છે તે આજ દિન સુધી પૂર્ણ નથી થઇ. કઇક જમીન માપણીમાં ભૂલો જોવા મળી રહી છે આમ આને લઈને ખેડૂતોની સમસ્યા વધી છે ત્યારે વહેલી તકે આ સમસ્યાનું ઉકેલ આવે તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે