બનાસકાંઠામાં પરણિતાની ઘાતકી હત્યા, પત્નીની ગરદન પગથી દબાવી મોતને ઘાટ ઉતારી
વાવના ડેડાવા ગામે પતિએ પત્નીની ઘાતકી હત્યા કરતાં સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે. જો કે, હત્યાનો ગુનો આત્મહત્યામાં ખપાવવા પતિએ પોલીસ મથકે ચાર દિવસ પહેલા ફરિયાદ નોંધાવી હતી
Trending Photos
બનાસકાંઠા: વાવના ડેડાવા ગામે પતિએ પત્નીની ઘાતકી હત્યા કરતાં સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે. જો કે, હત્યાનો ગુનો આત્મહત્યામાં ખપાવવા પતિએ પોલીસ મથકે ચાર દિવસ પહેલા ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ હત્યાના ગુનામાં પોલીસે આરોપી પતિને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ડેડાવા ગામે રહેતા એક પરિવારમાં પિયર જવા મામલે પતિએ પત્નીની હત્યા કરી છે. પત્નીની ગરદનને પગથી દબાવી પતિએ ઘાતકી હત્યા કરી છે. હત્યાના ગુનાને આત્મહત્યામાં ખપાવવા માટે પતિએ વાવ પોલીસ મથકે ચાર દિવસ પહેલા ફરિયાદ નોંધાવી હતી.
જો કે, મૃતક પરણિતાના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવતા પિયરિયાઓએ શંકા વ્યક્ત કરી હતી અને પોલીસને જાણ કરી હતી. જેના આધારે પોલીસે સઘન તપાસ કરી હતી. આ ઉપરાંત પીએમ રિપોર્ટમાં પરણિતાની હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે પરણિતાના પતિની ધરપકડ કરી હતી અને આ મામલે પતિ પરસોત્મ રાજુભાઈ વણોલની પૂછપરછ સહિતની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે