'બોલ મારી અંબે જય જય અંબે'ના નાદથી ગૂંજી ઉઠ્યું અંબાજી; નવા વર્ષના પહેલા દિવસે ભક્તોની ભારે ભીડ
આજે અનેક શ્રધ્ધાળુઓ માં અંબાના દર્શન અને આશીર્વાદ લઈને નવ વર્ષની શરૂઆત કરતા હોય છે. ત્યારે આજે 2025ના પ્રારંભે અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળા હતી અને માતાજીના ચાચર ચોકમાં ગરબાનો આનંદ પણ માન્યો હતો.
Trending Photos
પરાગ અગ્રવાલ/અંબાજી: જગતજનની માં અંબે નુ મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. ત્યારે માં અંબાના ચરણોમાં શીશ નમાવા અને માના આશીર્વાદ મેળવવા માટે દૂર દૂરથી માઇ ભક્તો માં અંબાના ધામે અંબાજી આવતા હોય છે અને જેમાં પણ આજે 2025ના નવા નર્ષના પ્રારંભે વહેલી સવારથી જ અંબાજી માંદિરમાં ભક્તોની ભારેભીડ જોવા મળી હતી.
વહેલી સવારે નવા વર્ષની મંગલા આરતીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં જોવા મળ્યાં હતાં. આજ રીતે અનેક વાર તહેવારે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને તેમને સફળતાપૂર્વક અને ભક્તિ ભાવપૂર્વક પરિપૂર્ણ કરવામાં સહયોગ અને પોતાની ભક્તિ અને શ્રદ્ધા અનુસાર સફળ બનાવે છે.
ગુજરાતીઓની કમર તૂટી! ગુજરાત ગેસે વધાર્યો CNGનો ભાવ, જાણો હવે કેટલા રૂપિયે મળશે?
દેશભરમાં ગત રાત્રી વર્ષ 2024ની મુમળકાભેર વિદાય આપી ઉજવણી કરી હતી, ત્યારે આજે અનેક શ્રધ્ધાળુઓ માં અંબાના દર્શન અને આશીર્વાદ લઈને નવ વર્ષની શરૂઆત કરતા હોય છે. ત્યારે આજે 2025ના પ્રારંભે અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળા હતી અને માતાજીના ચાચર ચોકમાં ગરબાનો આનંદ પણ માન્યો હતો.
ભક્તો ક્યાંક પોતાના માટે તો કોઈ પરીવાર માટે તો કોઈ દેશવાસીઓની સુખાકારી માટે માતાજીને પ્રાર્થનાં કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે