છાશવારે દીવ ઉપડી જતા ગુજરાતીઓ સાવધાન! હોટલના રૂમમાં કેમેરો છુપાવીને ગ્રાહકો સાથે કરાતો મોટો ખેલ
Honeytrap In Diu Hotel : દીવ જાઓ તો ચેતજો... કેશવ હોટલમાં હનીટ્રેપનો પર્દાફાશ થયો... હોટલના રૂમમાં ઇલેક્ટ્રિક બોર્ડમાં સિક્રેટ કેમેરા સેટ પકડાયું, સ્પાની આડમાં અંગત પળોના વીડિયો બનાવી લાખો રૂપિયાનો તોડ કરાતો
Trending Photos
Gujarat Tourism : ગુજરાતીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન એટલે દીવ. ગુજરાતીઓ નવરા પડે એટલે છાશવારે દીવ પહોંચી જતા હોય છે. ત્યારે હવે જો તમને વારંવાર દીવ જઈને જલસા કરવાની આદત હોય તો ચેતી જજો. કારણ કે, દીવ ખાનગી હોટેલમાં હનીટ્રેપનો પોલીસે ભંડા ફોડ કર્યો છે. પોલીસે હોટલ સંચાલક સહિત બેની ધરપકડ કરી છે. જેઓ હોટેલમાં યુવતીને મસાજના બહાને રાખી યુવતી સાથે કસ્ટમરની અંગત પળોને કેદ કરતા હતા. રૂમની સ્વિચમાં હિડન કેમેરા ગોઠવી અંગત પળોને કેદ કરાતી હતી. એક મહિનાથી આ ધંધો ચાલતો હતો.
સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવથી ચોંકાવનારી ખબર સામે આવી છે. દીવના બૂચરવાડાની આવેલી કેશવ હોટેલમાં દીવ પોલીસે દરોડો પાડતા હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે. દીવ એસપીના જણાવ્યા પ્રમાણે કેશવ હોટેલ 6 મહિનાથી સંજય રાઠોડ નામના શખ્સે ભાડા પર લઈને ચાલુ કરી હતી. તેણે હોટલ ભાડેથી લીધી હતી. આ હોટલમાં મોટા ખેલ કરાતા હતા. એકાદ મહિનાથી હોટલના એક રૂમ અંદર હિડન કેમેરો લગાવવામાં આવ્યો હતો, એટલું જ નહી એક યુવતી પણ મસાજ કરવાના નામે રાખવામાં આવી હતી.
આ યુવતીની કસ્ટમર સાથેની અંગત પળોનું રેકોર્ડિંગ હિડન કેમેરામાં થતું હતું. અને આ હિડન કેમેરો કોઈને ખબર ન પડે તે રીતે સ્વીચમાં ગોઠવવામાં આવ્યો હતો. દીવ પોલીસને હ્યુમન સોર્સથી આ જાણકારી મળતા હોટેલમાં રેડ પાડવામાં આવી હતી. હોટેલ મેનેજર અને સંચાલક બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
હોટેલના રૂમમાં હિડન કેમેરા રાખી કસ્ટમરોની અંગત પળોને કેદ કરાતી હોવાનો ભાંડો ફૂટતા દીવ પોલીસે હોટલ સંચાલક અને મેનેજરની ધરપકડ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે