હેવાનિયતનો ચોંકાવનારો કિસ્સો; આરોપીએ માનસિક અસ્થિર યુવતીનો દેહ પીંખ્‍યો, પછી માતા-બહેનો સાથે...

મોરબીમાં રહેતા પરિવારની માનસિક અસ્થિર યુવતી તેના ઘર પાસે આવેલ દુકાને વિમલ ગુટખા લેવા માટે થઈને ગઈ હતી. ત્યારે તેને અવાવરુ ઓરડીમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. 

હેવાનિયતનો ચોંકાવનારો કિસ્સો; આરોપીએ માનસિક અસ્થિર યુવતીનો દેહ પીંખ્‍યો, પછી માતા-બહેનો સાથે...

હિમાંશું ભટ્ટ/મોરબી: મોરબીમાં રહેતા પરિવારની માનસિક અસ્થિર યુવતી તેના ઘર પાસે આવેલ દુકાને વિમલ ગુટખા લેવા માટે થઈને ગઈ હતી. ત્યારે તેને અવાવરુ ઓરડીમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં પરંતુ યુવતીની બહેન તથા તેની માતા સહિતનાઓ આરોપીને ઠપકો દેવા ગયા હતા. ત્યારે આરોપીએ “થાય તે કરી લેજો” તેવું કહીને યુવતીની માતા સહિતનાઓને માર માર્યો હતો. જે બંને બનાવની જુદી જુદી બે ફરિયાદ મોરબી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે. જેના આધારે પોલીસે દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે. 

વર્તમાન સમયમાં ઘણી વખત લોકોને વિચારતા કરી મૂકે તેવી ઘટનાઓ સામે આવતી હોટ છે આવી જ એક ઘટના હાલમાં મોરબીમાં સામે આવી છે જેમાં માનસિક અસ્થિર યુવતી તેના ઘર પાસે આવેલ દુકાને વિમલ ગુટખા લેવા માટે ગઈ હતી અને ત્યાંથી તે પરત નહીં આવતા તેની માતા, બહેન અને ભાઈ તેને શોધી રહ્યા હતા દરમિયાન અવાવરુ ઓરડી તરફથી તે આવતી હોય તેની પૂછપરછ કરતા તેની સાથે ત્યાં દુકાન ધરાવતા શખ્સ દ્વારા ખરાબ કામ (દુષ્કર્મ) કરવામાં આવ્યું છે તેવું તે યુવતીએ તેની માતાને જણાવ્યું હતું. 

જેથી કરીને યુવતીની બહેન તથા તેની માતા સહિતનાઓ આરોપીને ઠપકો દેવા માટે તેની દુકાને ગયા હતા ત્યારે આરોપીએ “થાય તે કરી લેજો” તેવું કહીને યુવતીની માતા સહિતનાઓને ગાળો આપી હતી આપી હતી અને ત્યાર બાદ મુખ્ય આરોપી સહિતના ત્રણ શખ્સો દ્વારા ધોકા વડે દુષ્કર્મનો ભોગ બનેલ યુવતીની બહેન તેમજ તેની માતા સહિતનાઓને માર મારવામાં આવ્યો હતો જેની દુષ્કર્મનો ભોગ બનેલ યુવતીની બહેને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે. 

હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને જે દુષ્કર્મની ફરિયાદ ભોગ બનેલ યુવતીના ભાઈએ નોંધાવેલ છે તેમાં જણાવ્યુ છે કે, તેની બહેન તેઓના ઘર પાસે આવેલ દુકાને વિમલ ગુટખા લેવા માટે ગઈ હતી ત્યારે ત્યાં દુકાન ધરાવતા ગોપાલ ભરવાડ નામના શખ્સે તેની સાથે અવાવરુ ઓરડીમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી કરીને હાલમાં દુષ્કર્મની ભોગ બનેલ યુવતીના ભાઈએ નોંધાવેલ દુષ્કર્મની ફરિયાદ આધારે પોલીસે આરોપી ગોપાલ ભોજાભાઇ મકવાણા રહે. જાતે ભરવાડ (૩૫) રહે. વાવડી રોડ ભગવતી પરા મોરબી વાળાની ધરપકડ કરેલ છે. જો કે, દુષ્કર્મનો ભોગ બનેલ યુવતીની બહેન અને માતાને માર મારવાના ગુનામાં દુષ્કર્મના ગુનામાં પકડાયેલા આરોપી તેમજ બીજા બે આરોપીને પકડવાના બાકી હોય તેને પકડવા પોલીસે આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. 

મહિલા સુરક્ષાની વાતો ઘણી સરકાર દ્વારા કરવામાં આવે છે જો કે, ઘણી વખત પોલીસની ધાક અને કામગીરી સામે પણ સવાલો ઊભા કરે તેવા બનાવો સામે આવે છે આવી જ એક ઘટના મોરબીમાં બનેલ છે જે સાંજે આઠેક વાગ્યાના અરસામાં ઘર પાસે આવેલ દુકાને વસ્તુ લેવા માટે ગયેલ માનસિક અસ્થિર યુવતીને હવસખોર શખ્સે હાલમાં હવાસનો શિકાર બનાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. જે ગુનામાં હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. જો કે, આવી ઘટનાઓ કયારે અટકશે તે સૌથી મોટો સવાલ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news