અંબાલાલની આગાહી! ગુજરાત માટે ઘાતક રહેશે ઓક્ટોબર, આવતીકાલથી રાજ્યમાં વાવાઝોડાના વાવડ
Ambalal Patel Monsoon Prediction 2023: ચોમાસું વિદાય લેવાની તૈયારી કરી રહ્યુ છે. ત્યારે અંબાલાલ પટેલની એક ભયાનક આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતામાં મુકાયા છે.
- આવી ગઈ અંબાલાલ પટેલની નવી આગાહી
- શનિવારથી સક્રિય થશે વાવાઝોડા
- ઓક્ટોબર ગુજરાત માટે ભારે!
- નવરાત્રિમાં વિલન બનશે વરસાદ
Trending Photos
Weather expert: ગુજરાતમાં સપ્ટેમ્બર ધમાકેદાર રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાના મધ્યમમાં એવો વરસાદ વરસ્યો કે પૂર આવ્યું. ત્યારે હવે લોકોને ચિંતા નવરાત્રિની થઈ રહી છે. બંગાળના ઉપસાગરમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે અને ડિસેમ્બર સુધી સાયકલોન બનતા રહેશે. આ વર્ષે ફરી નવરાત્રી પર પાણી ફરી જવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. નવરાત્રિમાં વરસાદ આવશે કે નહિ તેનું ટેન્શન થઈ રહ્યું છે. અંબાલાલ પટેલે રાજ્યમાં 30 સપ્ટેમ્બર બાદ ચક્રવાત સક્રિય થશે જેની અસર વાતાવરણ પર જોવા મળશે.
ગુજરાતમાં સપ્ટેમ્બર ધમાકેદાર રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાના મધ્યમમાં એવો વરસાદ વરસ્યો કે પૂર આવ્યું. ત્યારે હવે લોકોને ચિંતા નવરાત્રિની થઈ રહી છે. બંગાળના ઉપસાગરમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે અને ડિસેમ્બર સુધી સાયકલોન બનતા રહેશે. 30 સપ્ટેમ્બરથી આ સ્થિતિ જોવા મળશે. 2થી 14 ઓક્ટોબર દરમિયાન મોટું ચક્રવાત સક્રિય થવાનું અનુમાન છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે. બંગાળના ઉપસાગરમાં ત્રણ ઓક્ટોબર આસાપસ એક સિસ્ટમ સક્રિય થશે. 6થી 9 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. ઓક્ટોબરની શરુઆતમાં આ સિસ્ટમના કારણે પૂર્વભાગમાં વરસાદ થશે. એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે.
આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે, આગામી સમયમાં પશ્ચિમ બંગાળાના ઉપસાગર અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. તારીખ 30 સપ્ટેમ્બરથી બંગાળાના ઉપસાગરમાં થાઇલેન્ડ બાજુ લો પ્રેસર બનશે. જે મજબૂત બનતા 2 જી ઓક્ટોબર સુધી અરબસાગરમાં આવશે. 12 ઓક્ટોબર સુધી વાવાઝોડું ભીષણ સ્વરૂપ લેશે. આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સટ્રિમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે છે. આ 2018 જેવું વાવાઝોડું બની શકે છે. આ સમયે અરબસાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા જો કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય છે.
આ સમયે બંગાળાનું ચક્રવાત પ્રતિ કલાક 150 kmph ની ઝડપે ફૂંકવાની શક્યતા છે. આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઇ ગુજરાતને પણ અસર કરશે. આ વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક ઉત્તર પૂર્વીય ભાગોમાં થશે. જ્યારે અરબ સાગરમાં 21 સપ્ટેમ્બરથી સમુદ્રમાં હવામાન ફેરફાર થશે. આ ફેરફારને કારણે 4 થી 12 ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરુ થશે. આ સમય દરમિયાન મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. બંગાળના ઉપસગારમાં આવનારા વાવાઝોડાને કારણે 27-28-29 સપ્ટેમ્બરે દક્ષીણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ગુજરાતનાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ રહેશે. 12 થી 20 ઓક્ટોબરમાં બીજું ચક્રવાત બંગલના ઉપસાગરમા ઉભુ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે