ગુજરાત હાઈકોર્ટના જજે સગીરાના ગર્ભપાત કેસમાં વકીલને કહ્યું, ખબર ન હોય તો મનુ સ્મૃતિ વાંચો

Gujarat Highcourt : રાજકોટની સગીરાના ગર્ભપાતને લગતી પિટીશનમાં જસ્ટિસ સમીરે મનુ સ્મૃતિનો ઉલ્લેખ કરીને કહ્યું કે, પહેલા પણ 17 વર્ષની ઉંમરે છોકરીઓ માતા બની જતી હતી

ગુજરાત હાઈકોર્ટના જજે સગીરાના ગર્ભપાત કેસમાં વકીલને કહ્યું, ખબર ન હોય તો મનુ સ્મૃતિ વાંચો

Rajkot Minor Girl Rape Case : રાજકોટની સગીરાના ગર્ભપાતની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી હતી. જેમાં સગીરાના ગર્ભપાતના પિતાના આગ્રહ પર જજ બગડ્યા હતા. તેઓએ આ મુદ્દે મનુ સ્મૃતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ હતું કે, તમને ખબર નહિ હોય પણ, પહેલા પણ 17 વર્ષની ઉંમરે છોકરીઓ માતા બની જતી હતી. આમ, રાજકોટની 17 વર્ષની સગીરાના ગર્ભપાતની અરજી પર સુનાવણી કરતાં ગુજરાત હાઈકોર્ટે જુના જમાનાનું ઉદાહરણ આપીને વકીલોને શાંત પાડ્યાં હતા.

પિતાએ દીકરીના ગર્ભપાત માટે મંજૂરી માંગી 
રાજકોટની એક 17 વર્ષની સગીર બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેને ગર્ભ રહી ગયો હતો. સગીરાને સાતમો મહિનો ચાલતો હતો, જેથી તેના પિતાને આ વાત ખબર પડી ગઈ હતી. તેથી તેઓએ દીકરીના ગર્ભપાત માટે મંજૂરી માંગી હતી. ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી. જેની ગતરોજ સુનાવણી થઈ હતી. આ કેસમાં સગીર પુત્રીના પિતાની દીકરીના ગર્ભપાતની ઉતાવળ જોઈને ગુજરાત હાઈકોર્ટના જજ બરાબરના બગડ્યાં હતા.

મનુસ્મૃતિ વાંચો - જસ્ટિસ સમીર દેસાઈ 
પરંતુ જસ્ટિસ સમીર દેસાઈએ અવલોકન કર્યુ કે, વકીલ તબીબી રીતે સગીરાના ગર્ભપાત માટે દબાણ કરી રહ્યાં છે. ત્યારે આ મામલે તેઓએ મનુ સ્મૃતિનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, ભૂતકાળમાં છોકરીઓ 14-15 વર્ષની ઉંમરે પરણી જતી હતી અને 17 વર્ષની વયે માતા બની જતી હતી. જુના જમાનામાં તો છોકરીઓ માટે 14-15 વર્ષની ઉંમરે લગ્ન કરવા અને 17 વર્ષની ઉંમર પહેલાં બાળક હોવું સામાન્ય હતું. જજે કહ્યું કે તમને તેની ખબર નહીં તેથી તમારે મનસ્મૃતિ વાંચવી જોઈએ. 

15 જુને ચુકાદો જાહેર કરશે હાઈકોર્ટ 
કોર્ટે સગીરાની મેડિકલ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સિવિલ હોસ્પિટલ, રાજકોટના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલના તબીબોની પેનલ મારફતે સગીર બાળકીની તબીબી તપાસ કરવા પણ આદેશ કર્યો છે. ડોકટરોની પેનલ પોતાનો અહેવાલ રજૂ કર્યા પછી જ કોર્ટ આ અરજી પર નિર્ણય લેશે. કોર્ટે આ મામલે આગામી સુનાવણી 15 જૂને મુલતવી રાખી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news