કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... કહી કહીને સરકારે આટલા રૂપિયા પ્રવાસનમાં ફૂંકી માર્યા

Gujarat Tourism : પ્રવાસન વિભાગે મહોત્સવમાં ડેકોરેશન પાછળ લખલૂટ ખર્ચ કર્યો હોવાનું ખુદ કબૂલ્યું છે. છેલ્લાં 2 વર્ષમાં 5531 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો સ્વીકાર કર્યો

કુછ દિન તો ગુજારો ગુજરાત મેં... કહી કહીને સરકારે આટલા રૂપિયા પ્રવાસનમાં ફૂંકી માર્યા

Gujarat Tourism : પ્રવાસન વિભાગ દ્વારા યોજાતા મહોત્સવના આયોજનમા ડેકોરેશન પાછળ છેલ્લા બે વર્ષમાં 5531 લાખનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવ્યો હોવાનો સ્વીકાર સરકારે કર્યો. વિધાનસભાની પ્રશ્નાતરીમાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પુછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, બે વર્ષમાં 15‌ જેટલા વિવિધ મહોત્સવ કરવામાં આવ્યા. જેમાં મહેમાનોના રોકાણ માટે 21 લાખ ખર્ચ કરવામાં આવ્યા. તો વાહન પાછળનો ખર્ચ 71.53 લાખ કરવામાં આવ્યો. રણોત્સવમાં બે વર્ષ વિદેશી પ્રવાસીઓ 2021 માં 76 અને 2022મા 389 આવ્યા હોવાનો સરકારનો સ્વીકાર કર્યો. રાજ્યમાં સૌથી વધુ ખર્ચ રણ ઉત્સવ પાછળ 2021 માં 816.68 લાખ અને 2022 માં 1221.67 લાખનો ખર્ચ કરવામાં આવ્યો.

2 વર્ષમાં સરકારે 15 મહોત્સવ યોજ્યા
પ્રવાસન વિભાગે મહોત્સવમાં ડેકોરેશન પાછળ લખલૂટ ખર્ચ કર્યો હોવાનું ખુદ કબૂલ્યું છે. છેલ્લાં 2 વર્ષમાં 5531 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો સ્વીકાર કર્યો. 2 વર્ષમાં સરકારે 15 જેટલા વિવિધ મહોત્સવનું આયોજન કર્યુ છે. જેમાં મહેમાનોના રોકાણ માટે 21 લાખનો ખર્ચ કરાયો. કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના સવાલમાં સરકારે જવાબમાં કહ્યું કે, પ્રવાસનમાં વાહન પાછળ 71.53 લાખ રૂપિયાનો ખર્ચ કરાયો. રણોત્સવમાં 2021માં 76 વિદેશી પ્રવાસી આવ્યા. ત્યારે 2022 ના વર્ષમાં આવેલા રણોત્સવમાં 389 વિદેશી પ્રવાસી આવ્યા. માત્ર રણોત્સવ પાછળ 2021માં 816.68 લાખનો ખર્ચ કરાયો. છે. 2022માં રણોત્સવ પાછળ 121.67 લાખનો ખર્ચ કરાયો.

સિંહ અને દીપડાના હુમલાથી મોત
ગુજરાત વિધાનસભામાં ચાલેલા સત્રમાં રાજ્યમાં સિંહ અને દિપડા દ્વારા થતા માનવ મૃત્યુના આંકડા સામે આવ્યા છે. વર્ષ 2021 મા સિંહના હુમલામાં 2 માનવ મૃત્યુ જ્યારે ૨૧ ને ઈજા થઈ છે. વર્ષ ૨૦૨૨ માં સિંહના હુમલામાં 5 માનવ મૃત્યુ તો ૧૯ ને ઈજા પહોંચી. દીપડા દ્વારા હુમલામાં વર્ષ ૨૦૨૧ માં ૧૫ માનવ મૃત્યુ તો ૧૦૫ ને ઈજાઓ પહોંચી હતી. વર્ષ ૨૦૨૨ માં દીપડાના હુમલામાં ૧૨ માનવ મૃત્યુ તો ૮૪ ને ઈજા થઈ છે. દિપડાના હુમલામા કુલ મૃત્યુ ૨૭, તો સિંહના હુમલામા કુલ ૭ માનવોના મૃત્યુ થયા છે. સિંહના હુમલામા મૃત્યુ પામેલા લોકો માટે વર્ષ ૨૦૨૧ મા ૮ લાખ તો વર્ષ ૨૦૨૨ મા ૨૫ લાખ ચૂકવાયા છે. જ્યારે કે, દિપડાના હુમલામાં મૃત્યુ પામેલા લોકો માટે વર્ષ ૨૦૨૧ મા ૬૦ લાખ, તો વર્ષ ૨૦૨૨ મા ૬૦ લાખ ચૂકવાયા છે. સિંહના હુમલામાં ઈજાગ્રસ્તોને વર્ષ ૨૦૨૧ મા ૭૩,૧૦૦ રૂપિયા, તો વર્ષ ૨૦૨૨ મા ૧.૫૪ લાખ ચૂકવાયા છે. દિપડાના હુમલામાં ઈજાગ્રસ્તોને વર્ષ ૨૦૨૧ મા ૪.૫ લાખ તો વર્ષ ૨૦૨૨ મા ૭.૮૩ લાખ ચૂકવાયા છે. ધારાસભ્ય દિવ્યેશ અકબરીના પ્રશ્ન પર સરકારે આ જવાબ આપ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news