બાપરે..ગુજરાતમાં વાવાઝોડુ! ચિંતા વધે એ પહેલાં હાથી, નક્ષત્ર અને વાવાઝોડાના સંબંધ વિશે જાણી લો!

નક્ષત્રોમાં સૌથી પ્રખ્યાત હાથીયો..વરસાદમાં રુચિ ધરાવતા ઘણા લોકો એવા હશે જેને બીજા કોઈ નક્ષત્રની ખબર હોય કે ના હોય હાથિયા નક્ષત્રની ખબર હોય કે આ નામ નો કોઈ નક્ષત્ર આવે. તો આવુ કેમ વાંચો નક્ષત્ર વિશે થોડી માહિતી...

બાપરે..ગુજરાતમાં વાવાઝોડુ! ચિંતા વધે એ પહેલાં હાથી, નક્ષત્ર અને વાવાઝોડાના સંબંધ વિશે જાણી લો!

તારક વ્યાસ, અમદાવાદઃ નક્ષત્રોમાં સૌથી પ્રખ્યાત હાથીયો..વરસાદમાં રુચિ ધરાવતા ઘણા લોકો એવા હશે જેને બીજા કોઈ નક્ષત્રની ખબર હોય કે ના હોય હાથિયા નક્ષત્ર ની ખબર હોય કે આ નામ નો કોઈ નક્ષત્ર આવે. તો આવુ કેમ વાંચો નક્ષત્ર વિશે થોડી માહિતી...આ નક્ષત્ર નો વરસાદ એટલે ચોમાસા નો છેલ્લો વરસાદ ગણાય ત્યારબાદ માવઠા ગણાય.. અને તેનો વરસાદ સમય પ્રમાણે ફાયદાકારક અને નુકશાનકારક બને ગણી શકાય. જે વર્ષે ચોમાસા નો પાછળ નો ભાગ નબળો હોય એ વર્ષે ફાયદાકારક ગણાય અને ચાલુ વર્ષે ની જેમ પાછળના ભાગ મા વરસાદ સારો હોય તો નુકશાનકારક ગણાય કેમ કે હવે વરસાદ વધી જાય છે.

No description available.

આ નક્ષત્ર ની ખાસિયત છે કે કાનફાડીનાખે તેવા તીવ્ર વીજળીનાકડાકા-ભડાકા થાય..ઘણી જગ્યાએ વીજળી પણ પડે અને મીની વાવાઝોડા જેવા પવન સાથે આગમન થાય અને બપોર બાદ થી રાત સુધી ના સમયગાળા દરમિયાન જ વધુ જોર કરે આ બધી તેની વરસવાની મુખ્ય ખાસિયત કહેવાય. પરંતુ જે વર્ષે હાથીયા માં લો પ્રેશર ગુજરાત પર આવે ત્યારે જ્યાં લો પ્રેશર ના વાદળો નો મુખ્ય ઘેરાવો હોય ત્યાં આ બધી ખાસિયત સાથે વરસાદ ના પડે માત્ર તીવ્ર ગાજવીજ સાથે પડે અને પવન ના પણ હોય પરંતુ સિસ્ટમ ના કેન્દ્રના ઘેરાવા થી દુર જે થન્ડરસ્ટ્રોમ બને તેમાં તેની ખાસિયતો સાથે વરસાદ પણ પડે.

No description available.

આ વર્ષે પણ ગુલાબ વાવાઝોડુ ગુજરાત તરફ (દક્ષિણ ગુજરાત થી સૌરાષ્ટ્ર દરિયાકાંઠે રૂટ રહે તેવો અંદાજ) લો પ્રેશર સ્વરૂપે આવી રહ્યું છે તેથી બધા વિસ્તારમાં તેની બધી ખાસિયતો સાથે વરસાદ પડશે એ જરૂરી નથી પરંતુ મોટાભાગ ના વિસ્તારમાં જ્યાં વરસાદ પડશે ત્યાં તીવ્ર કડાકા ભડાકા ની ખાસિયત તો જોવા મળશે જ...આ વર્ષે તો હાથિયો બેસતા જ પોતાની સૂંઢ ગુજરાત પર ફેરવવાનો છે.

જૂની કહેવત પ્રમાણે:
જો વરસે હસ્ત તો પાકે અઢારે વસ્ત . હાથિયો વરસે હાર , તો આખું વરસ પાર . જો વરસે હાથિયો તો મોતીએ પુરાય સાથિયો . હાથિયો એટલે હસ્ત નક્ષત્ર , ગુજરાત સૌરાષ્ટ્રમાં હાથિયાની વૃષ્ટિ ખૂબ જ મહત્વની મનાય છે.

હાથીયા નક્ષત્રમાં વરસતા વરસાદથી ખેડૂતોના પાકમાં નુકસાનનો પણ સામનો કરવો પડતો હોય છે . પરંતુ હસ્ત નક્ષત્રમાં પડતો વરસાદએ પાણીના તળને ખૂબ જ મજબૂત કરે છે . એટલે કે શિયાળુ પાકની વાવણી માટે જે જરૂરી પાણીનો જથ્થો હોવો જોઈએ તેને જાળવવામાં હાથીયો નક્ષત્ર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે . માટે હાથિયા નક્ષત્રમાં જો વરસાદ જોવા મળે તો ખેડૂતો શિયાળુ સીઝન પણ આરામથી લઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news