ગુજરાતમાં ફૂલ જેવી બાળકીઓ સાથે દુષ્કર્મ વધ્યા, ગાંધીનગરની ઘટના સૌથી વધુ ખૌફનાક છે
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગાંધીનગર જિલ્લામાં બાળકીઓ પર સતત વધી રહેલી દુષ્કર્મ (crime news) ની ઘટનાઓ બાદ ગાંધીનગર પોલીસ દોડતી થઈ હતી અને તાત્કાલિક આરોપીને ઝડપી પાડ્યો છે. એક શખ્સે ત્રણ બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ છે, જે આખરે પકડાઈ ગયો છે. પરંતુ વિજય ઠાકોર નામના આ નરાધમે કહ્યું કે, તેની પત્ની ગર્ભવતી હતી અને તે સેક્સ માટે બાળકીઓને નિશાન બનાવતો હતો. તે બાળકીઓને એટલા માટે નિશાન બનાવતો કે માસુમ બાળકીઓ તેનો વિરોધ કરી શક્તી ન હતી અને તેની કરતૂત વિશે કોઈને ખબર પણ ન પડત. તેણે એક વર્ષ પહેલા સાત વર્ષની બાળકીનો રેપ (rape) કર્યો હતો. આ બાળકીએ ડરના માર્યે કોઈને વાત કરી ન હતી.
વિજય ઠાકોર માસુમ બાળકીઓને ટાર્ગેટ કરતો
જિલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડાએ આ ઘટના વિશે કહ્યું કે, સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં બાળકીઓ પર રેપના ગુના દાખલ થયા હતા. જેમાં આરોપી વિજય ઠાકોરની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તેણે 7-8 વર્ષની ત્રીજી બાળકી પર પણ રેપ કર્યો હતો, તે બાળકીનું પણ મેડિકલ ચેકઅપ કરાવ્યું છે. દિવાળીના દિવસે ઝુંપડામાંથી એક બાળકીને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. તો 5 મહિના પહેલા પણ સાંતેજ, કલોલ, કડીના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાં કામ કરતી મહિલાઓના દાગીનાની લૂંટ કરી હતી. તેની સામે 3 કેસમાં ફરિયાદ થઈ હતી. જેમાં ફરિયાદી મહિલાએ સ્કેચ તૈયાર કરાવ્યો હતો, જે વિજય ઠાકોર નીકળ્યો હતો. વિજય ઠાકોરે લૂંટ કરવાના આશયથી 4 ગુનાની કબુલાત કરી છે.
પત્ની ગર્ભવતી હોવાથી તેની સાથે સેક્સ કરવુ શક્ય ન હતું
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, વિજયને છ વર્ષની દીકરી છે અને તેની પત્ની સાત મહિનાથી ગર્ભવતી છે. ગત 15 દિવસોથી તે પોતાની પત્ની સાથે સેક્સ કરી શક્તો ન હતો તેથી તેણે નાની બાળકીઓને પોતાનો શિકાર બનાવવાનુ નક્કી કર્યુ હતું. તેણે જે પહેલી બાળકી સાથે દુષ્કર્મ કર્યુ હતુ, તેમાં તેની કરતૂત બહાર આવી ન હતી. જેથી તેની હિંમત ખૂલી હતી અને તેણે વધુ બાળકીઓને ટાર્ગેટ બનાવવાનું નક્કી કર્યુ હતું. દિવાળીના દિવસે તે પાંચ વર્ષની બાળકીને નવા કપડા અપાવવાની લાલચમાં લઈ ગયો હતો, અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું, તેના બાદ તેણે બાળકીને છોડી દીધી હતી.
ગરબા રમતી બાળકીને ટાર્ગેટ બનાવવી હતી
તાજેતરમાં જ આરોપી વિજયના ઘર પાસે એક ગામમાં ગરબાનું આયોજન કરાયુ હતું. તેણે કેટલીક યુવતીઓને ગરબા રમતા જોયા હતા. પરંતુ તે જ્યારે પહોંચ્યો તો તેને કોઈ બાળકી મળી ન હતી. તે આસપાસના ગામમાં બાળકીઓની શોધમાં ફરતો રહેતો હતો, પરંતુ તહેવારને કારણે લોકો જાગતા હોવાથી તેને કંઈ મળ્યુ ન હતું.
પોલીસે અવેરનેસ લાવવા શી ટીમ ઉતારી
તો બીજી તરફ, ગૃહ વિભાગે ગાંધીનગર પોલીસને સૂચના આપી છે કે આ કેસમાં 10 દિવસમાં ચાર્જશીટ તૈયાર થાય. અલગ ટીમ આ અંગે પુરાવા ભેગા કરશે. FSL પણ આ કેસમાં ઝડપ કરવા મદદ કરશે. કેસની સુનવણી પણ ઝડપી થાય તે માટે સંકલન કરવામાં આવશે. આ પ્રકારના ગુનાહિત કૃત્યોમાં ઝડપી ન્યાય મળે તે દિશામાં કામ કરીશું. પહેલા ક્યારેય આટલી ઝડપી સુનવણી નહીં થઈ હોય. આ ઉપરાંત, શીની ટીમ ગાંધીનગરમાં ઉતારવામાં આવી છે. જેમાં આ ટીમો ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને અવેરનેસ લાવશે. શ્રમજીવી પરિવારોને તેમના બાળકોને સાચવવા સમજાવશે. સાથે જ આ વિસ્તારમાં રહેતા લોકોનું કાઉન્સેલિંગ પણ કરશે.
માસુમ બાળકીઓ જ કેમ નિશાના પર
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમા માસુમ બાળકીઓને ટાર્ગેટ બનાવીને તેમની સાથે રેપ કરવાની ઘટના વધી રહી છે. ત્યારે સવાલ એ છે કે આખરે માસુમ બાળકોને જ કેમ ટાર્ગેટ બનાવાય છે. આખરે આ ફૂલ જેવા બાળકીઓ સાથે આવી હરકતો કરવાનો જીવ કેવી રીતે ચાલે છે. આવા નરાધમોને જાહેરમાં સજા આપવી જોઈએ, જેથી અન્ય કોઈ આવી હરકત કરતા પહેલા સો વાર વિચારે. ગઈકાલે સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર રેપિસ્ટના આરોપીને 5 જ દિવસમાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારે સરકાર આ પ્રકારના કેસની કાર્યવાહી ઝડપી કરે તેવી લોકોની પણ માંગ છે. તો સુરતના અન્ય એક કિસ્સામાં સગા પિતાએ જ બે દીકરીઓ સાથે દુષ્કર્મ આચરવાની ઘટના પણ બની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે