ગાંધીનગર : વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ ધર્ષણમાં પરેશ ધાનાણીના માથામાં વાગ્યું
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :તૌકતે વાવાઝોડા (tauktae cyclone) માં સરકાર દ્વારા ચૂકવાયેલ સહાયમાં વિસંગતતાના આરોપ કોંગ્રેસે કર્યો છે. જે મામલે તૌકતે પ્રભાવિત વિસ્તારના કોંગ્રેસ (gujarat congress) ના ધારાસભ્યોની નેતા વિપક્ષ પરેશ ધાનાણીની ઓફિસમાં બેઠક શરૂ થઈ હતી. જેના બાદ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્રતિક ધરણા યોજાયા હતા. જો કે કાર્યક્રમને મંજૂરી ન હોવાથી પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારે આ ઘર્ષણમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani) ના માથા પર વાગ્યુ હતું અને તેમના કપાળ પરથી લોહી નીકળવા લાગ્યુ હતું.
તૌકતે નુકસાનીના વળતરમાં અનિયમિતતા અને વિસંગતતા હોવાનો કોંગ્રેસનો આરોપ છે. થોડા દિવસો પહેલા કોંગ્રેસના ધારાસભ્યો (congress MLA) નું પ્રતિનિધિ મંડળ આ મુદ્દે મુખ્યમંત્રીને મળ્યું હતું. જો યોગ્ય ઉકેલ નહિ આવે તો કોંગ્રેસના ધારાસભ્યોએ ચીમકી આપી છે. ત્યારે આજે તેમની રજૂઆત ન સાંભળવામાં આવતા ગાંધીનગરમાં ગાંધીજીની પ્રતિમા પાસે જઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોને ત્યાંથી હટાવવાની કામગીરી કરતા સમયે પોલીસ અને પરેશ ધાનાણી વચ્ચે સંઘર્ષ થયુ હતું. આ સંઘર્ષમાં પરેશ ધાનાણીના માથા પર વાગ્યુ હતું અને કપાળ પરથી લોહી નીકળી આવ્યુ હતું.
ગાંધીનગર (gandhingar) ની પ્રતિમા પાસે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવ્યા હતા. તમામ ધારાસભ્યોએ બેનર પર સરકાર વિરોધી સૂત્રો લખીને વિરોધ દર્શાવ્યો હતો. આ વિરોધ વિશે ગેનીબેને કહ્યું કે, અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને વિરોધ કરી રહ્યા છીએ. સરકાર તૌકતેના અસરગ્રસ્તોને સહાય આપવામાં વ્હાલા દવલાની નીતિ રાખે છે. જેને મળવુ જોઈએ તેને મળતુ નથી. વળતરમાં પણ ભેદભાવ રાખે છે. તૌકતેમાં જેમને નુકસાન થયુ હતું તેમને વળતર આપ્યુ નથી. તેથી લોકોને ન્યાય આપવવા માટે ન્યાય અપાવવા પ્રયાસ કરીશું.
કોંગ્રેસ કાર્યાલયથી ગાંધીજીની પ્રતિમા સુધી રેલી કાઢીને ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો. તો આ વિશે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ઉત્સવો અને તાયફા કરવાની સરાકર જરૂરિયાતમંદોની લાભ નથી આપતી. લોકોની વાત લઈને કોંગ્રેસ નીકળે તો તેમને પણ રોકે છે.
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આવતીકાલથી બે દિવસ સુરતના પ્રવાસે જશે. આંદોલનના સાથીઓ, આગેવાનો, કાર્યકરો સાથે ચર્ચા કરશે. તેમજ લોકોના વિવિધ સૂચન અને સમસ્યાને સાંભળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે