નરેન્દ્રભાઈનું સિંહાસન વિક્રમાદિત્યનું સિંહાસન છે, જે બેસે તે વિક્રમ તોડે જ છે ઃ વિજય રૂપાણી
Trending Photos
- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, કોરોનાની મહામારીમાં દુનિયા થંભી ગઈ છે. ત્યારે ગુજરાતનો વિકાસ ચાલુ છે
- રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા વિકાસ દિવસ નિમિત્તે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું
હિતલ પારેખ/ગાંધીનગર :ગાંધીનગર માહત્મા મંદિર ખાતે વિકાસ દિવસ અંતગર્ત કાયૅક્રમ યોજાયો હતો. દેશના ગૃહમંત્રી અમિત શાહ વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયુ હતું. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્યમંત્રી નીતિન પટેલ પણ અને સાસંદ આને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા વિકાસ દિવસ નિમિત્તે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. ત્યારે આ પ્રસંગે અમિત શાહે (Amit Shah) દુનિયાભરમાં રહેતા ગુજરાતીઓને વતનપ્રેમ યોજનાનો લાભ લેવા અપીલ કરી છે. તેમણે પોતાના મતવિસ્તારમાં 900 કરોડના કામોનું લોકાર્પણનો આનંદ વ્યક્ત કર્યો. સાથે જ કોંગ્રેસનું નામ દીધા વગર વિપક્ષને આડે હાથ લીધા અને કહ્યુ કે, ટેન્કરરાજ ખતમ થયું છે. બનાસકાંઠામાં પાણી પહોંચ્યું છે, તો સૌરાષ્ટ્રના ગામે ગામ પાણી પહોંચ્યું છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, કોરોનાની મહામારીમાં દુનિયા થંભી ગઈ છે. ત્યારે ગુજરાતનો વિકાસ ચાલુ છે. આજે 5300 કરોડના કામો કર્યા છે. આ સરકાર લોકોની જનતાની સરકાર છે. આ સરકાર માનવીની જ નહિ, તમામ જીવોની સરકાર છે. નરેન્દ્રભાઈનું સિંહાસન વિક્રમાદિત્યનું સિંહાસન છે, જે બેસે તે વિક્રમ તોડે જ છે. ગુજરાતમાં બેરોજગારનો દર સૌથી ઓછો 2.2 ટકા છે. આજે આપણી સરકાર ને પાંચ વર્ષ પુરા થયા છે. આજે વિકાસ દિવસ ઉજવવામાં આવ્યો છે. કરોડો રૂપિયા વિકાસના કામોનું એક મંચ ઉપરથી લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે