ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી જીતનાર ભાજપના ચારે સભ્યોની આજે શપથ વિધિ
લોકસભા ચૂંટણી 2019ની સાથે ગુજરાતની ચાર વિધાનસભા બેઠકો માટે પણ પેટાચૂંટણી યોજાઇ હતી. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી જીતનારા આશાબેન પટેલ, જવાહર ચાવડા, રાઘવજી પટેલ અને પરસોત્તમ સાબરિયા ચારેય નવા ધારાસભ્યો આજે (મંગળવાર) સવારે 11 કલાકે શપથ લેશે.
Trending Photos
ગાંધીનગર: લોકસભા ચૂંટણી 2019ની સાથે ગુજરાતની ચાર વિધાનસભા બેઠકો માટે પણ પેટાચૂંટણી યોજાઇ હતી. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી જીતનારા આશાબેન પટેલ, જવાહર ચાવડા, રાઘવજી પટેલ અને પરસોત્તમ સાબરિયા ચારેય નવા ધારાસભ્યો આજે (મંગળવાર) સવારે 11 કલાકે શપથ લેશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી આ ચારેય ધારાસભ્યોને શપથ લેવડાવશે.
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ધ્રાંગધ્રા બેઠક પર ભાજપે પરસોતમ સાબરિયાને ટિકિટ આપી હતી તો તેમની કોંગ્રેસ તરફથી દિનેશ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા હતા. ઊંઝા બેઠક પર ભાજપે આશાબેન પટેલને મેદાને ઉતાર્યાં હતા તો તેમની સામે કોંગ્રેસે કાંતિ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં હતાં. માણાવદર બેઠક પર કોંગ્રેસે તરફથી ભાજપના ઉમેદવાર જવાહર ચાવડા સામે અરવિંદ લાડાણીને ઉતારવામાં આવ્યા હતા.
ત્યારે જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપ તરફથી રાઘવજી પટેલ અને તેની સામે કોંગ્રેસ તરફથી જયંતિ સભાયાને ટિકિટ આપવામાં આવી હતી. ધ્રાંગધ્રા, ઊંઝા, માણાવદર અને જામનગર ગ્રામ્ય બેઠક યોજાયેલી આ પેટાચૂંટણીમાં ભાજપના આ ચારેય સભ્યોએ જીત મેળવી હતી. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભાજપના આ ચારેય સભ્યો પાસેથી ધારાસભ્ય પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે