ગુજરાતનાં પૂર્વ IAS પ્રદીપ શર્માની ધરપકડ: કચ્છના કલેક્ટર હતા ત્યારે તેમણે કર્યો હતો આ 'કાંડ'
ભુજ CID ક્રાઇમ પૂર્વ IAS અધિકારી પ્રદિપ શર્માને આજે ભુજ કોર્ટમા રજુ કરી શકે છે. લાંબા કાયદાકીય સંઘર્ષ બાદ પ્રદિપ શર્માને જામીન મળ્યા હતા. પરંતુ ફરી એકવાર જમીન ફાળવણીના કેસમા આર્થિક ગેરરીતી બદલ CID ક્રાઇમે ધરપકડ કરી લીધી છે.
Trending Photos
ઝી બ્યુરો/કચ્છ: કચ્છના ગાંધીધામમાં જમીન કેસમાં પ્રદિપ શર્માની ફરી મુશ્કેલી વધી ગઈ છે. ભુજ CID ક્રાઇમે કરી પૂર્વ IAS અધિકારી પ્રદિપ શર્માની ધરપકડ કરી લીધી છે. જમીનના કેસમા CID ક્રાઈમે ગુન્હો દાખલ કરી ધરપકડ કરાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. તેમના પર કચ્છના કલેક્ટર હતા ત્યારે તેમણે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો છે.
ભુજ CID ક્રાઇમ પૂર્વ IAS અધિકારી પ્રદિપ શર્માને આજે ભુજ કોર્ટમા રજુ કરી શકે છે. લાંબા કાયદાકીય સંઘર્ષ બાદ પ્રદિપ શર્માને જામીન મળ્યા હતા. પરંતુ ફરી એકવાર જમીન ફાળવણીના કેસમા આર્થિક ગેરરીતી બદલ CID ક્રાઇમે ધરપકડ કરી લીધી છે. અગાઉ કચ્છ કલેકટર હતા ત્યારે જમીન ફાળવણી સહિતના કેસમાં તેમની ધરપકડ થઇ ચુકી છે. મામલતદાર ભગીરતસિંહ ઝાલાએ આ અંગેનો CID ક્રાઇમ ભુજ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. જે મુજબ, તેમણે સત્તાનો દુરુપયોગ કરીને વેલ્સપન કંપનીને ફાયદો પહોંચાડ્યો હતો.
વેલ્સપન કંપનીને પહોંચાડ્યો હતો ફાયદો
ગુજરાતનાં પૂર્વ IAS પ્રદીપ શર્માએ વેલ્સપન કંપનીને નિયમનો ભંગ કરીને જમીન NA કરી આપી હતી. પ્રદીપ શર્માએ ગાંધીધામના ચુડવા ગામમાં કંપનીની જમીન NA કરી હતી. વેલ્સપન કંપનીમાં શર્માના પત્ની શ્યામલા શર્માનું હિત જોડાયેલું હતું. શ્યામલા શર્માની કંપની વેલ્યુ પેકેજિંગનો કોન્ટ્રાક્ટ વેલ્સપનમાં ચાલતો હતો. ગાંધીધામમાં જમીન કેસમાં પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે