આ અમદાવાદી ગર્લને સંન્યાસી બનવાનું ઘેલુ લાગ્યું, એર હોસ્ટેસની નોકરી છોડશે
Ahmedabad News : આ સદીનો સૌથી મોટો મહાકુંભ ચાલી રહ્યો છે. જેમાં આ વર્ષે અનેક નવા સંન્યાસીઓ જોવા મળ્યા. ખાસ કરીને કેટલીક મહિલા સંન્યાસીઓ પણ ચર્ચામાં રહી. આવામાં એક અમદાવાદી યુવતી પણ ચર્ચામાં આવી છે. જેણે એર હોસ્ટેસની નોકરી છોડીને સંન્યાસ જીવન તરફ વળવા જઈ રહી છે.
કોણ છે દિશા શાહ
અમદાવાદની દિશા શાહ એર હોસ્ટેસ છે. હાલ આ યુવતી અચાનક ચર્ચામા આવી છે. તેનું કારણ એ છે કે, તે એર હોસ્ટેસની નોકરી છોડીને આધ્યાત્મના માર્ગે વળવા જઈ રહી છે.
આધ્યાત્મના માર્ગે દિશા
દિશા શાહમાં આ પરિવર્તન કેવી રીતે આવ્યું, તે વિશે જાણવા મળ્યું કે હાલમાં જ પ્રયાગરાજના મહાકુંભમાંથી પરત આવ્યા બાદ તેણે સંન્યાસ જીવન તરફ વળવાનું નક્કી કર્યું છે.
છેલ્લા 6 મહિનામાં જીવનમાં આવેલા ઘણાં બદલાવો બાદ તેમણે ભગવાનની ભક્તિમાં લીન થવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું કે, એર હોસ્ટેસ છોકરીઓની ડ્રીમ જોબમાંથી એક હોય છે, જે મારા માટે પણ હતી પરંતુ હવે મન ભક્તિ તરફ વળી રહ્યું છે.
Trending Photos