તિસ્તા સેતલવાડને લઈને અમદાવાદ પહોંચી ક્રાઈમ બ્રાન્ચની ટીમ, કોવિડ ટેસ્ટ માટે લઈ જવાઈ

Gujarat Riots : ગુજરાતને બદનામ કરનારી ત્રણેય લોકો વિરુદ્ધ ગુજરાત એટીએસે કાયદાની કલમ 194, 211, 218, 468, 471 અને 120 બી મુજબ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે. 2002ના રમખાણ બાદ એફિડેવિટમાં ખોટી સહીઓનો મામલો પણ નોંધાયો છે. 

તિસ્તા સેતલવાડને લઈને અમદાવાદ પહોંચી ક્રાઈમ બ્રાન્ચની ટીમ, કોવિડ ટેસ્ટ માટે લઈ જવાઈ

ઉદય રંજન/અમદાવાદ :2002ના રમખાણોના નામે ગુજરાતને બદનામ કરનારી ત્રિપુટી સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કેસ નોંધ્યો છે. જેમાં ગુજરાત એટીએસની ટીમ વિદેશી ફંડિંગ મામલે તિસ્તા સેતલવાડની મુંબઈથી ધરપકડ કરીને અમદાવાદ કાર્યાલય લાવવામાં આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારની ધરપકડ કરી છે. તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે રખાયા છે. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરાશે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ આજે પાલનપુર જેલ ખાતેથી સંજીવ ભટ્ટની ધરપકડ કરી શકે છે. તિસ્તા સેતલવાડને કોવિડ ટેસ્ટ માટે વીએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બંને આરોપીઓને બપોરે 2 વાગ્યાની આસપાસ કોર્ટમાં લઇ જવાશે

ગુજરાતને બદનામ કરનારી ત્રણેય લોકો વિરુદ્ધ ગુજરાત એટીએસે કાયદાની કલમ 194, 211, 218, 468, 471 અને 120 બી મુજબ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે. 2002ના રમખાણ બાદ એફિડેવિટમાં ખોટી સહીઓનો મામલો પણ નોંધાયો છે. ગુજરાતને બદનામ કરનારી ત્રણેય લોકો વિરુદ્ધ કાયદાની કલમ 194, 211, 218, 468, 471 અને 120 બી મુજબ ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે. હવે ત્રણેય ત્રિપુટીઓ વિરુદ્ધ અલગ અલગ કલમો લગાવવામાં આવી છે.

ગુલબર્ગ હત્યા કાંડમાં પરિવાર ગુમાવનાર ફિરોઝ ખાન પઠાણે ZEE 24 કલાક સાથેની વાતચીતમાં કહ્યુ કે, તીસ્તા સેતલવાડે પીડિતો સાથે કરેલી રમત કરી કરી છે. તેણે ગુલબર્ગના પીડિતોની લાગણીઓ સામે રમત રમી છે. ગુલબર્ગ સોસાયટીને મ્યુઝિયમમાં તબદીલ કરવાના નામે રૂપિયા એકઠા કર્યા છે. અને એક પણ ગુલબર્ગના રહીશને રૂપિયા આપ્યા નથી. તીસ્તાએ માત્ર પોતાના સ્વાર્થ ખાતર લોકોની લાગણીઓનો ઉપયોગ કર્યો. તીસ્તા સામે અમે ફરિયાદ કરી પણ તેના પર હાલ સ્ટે છે. પીડિતોના નામે તીસ્તાએ રૂપિયા બનાવ્યા છે. 

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news