કોરોનાના કેસ ઘટતા AMC એ લીધો મોટો નિર્ણય, કોરોના થશે તો પહેલા ઘરે સારવાર થશે
Corona Case In Gujarat : કોરોના હવે મહામારી નથી રહી... હવે અમદાવામદાં માત્ર શંકાસ્પદ કેસનું જ ટેસ્ટીંગ થશે... વેક્સીનેશન પણ સંપૂર્ણપણે બંધ કરાયું
Trending Photos
Ahmedabad News : કોરોનાએ બે વર્ષ પૃથ્વી પર રાજ કર્યું. તેના ખૌફમાંથી હજી પણ લોકો મુક્ત થયા નથી. બે વર્ષ લોકોને ડરાવનાર કોરોના હવે મહામારી નથી રહ્યો. કોરોના એક નોર્મલ ફ્લૂ બનીને રહી ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ કોરોનાને વૈશ્વિક મહામારીના લિસ્ટમાંથી દૂર કરી છે. આવામા હેવ અમદાવાદમાં પણ જરૂરી પગલા લેવાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વેક્સિનેશન બંધ કરી દેવાનો અને જરૂર હોય તેવા જ દર્દીઓને એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે એક વોર્ડ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. હવે અમદાવાદમાં કોરોના થશે તો ઘરે જ સારવાર કરાવાશે. જરૂર પડી તો જ એસવીપી હોસ્પિટલમાં ખસેડવામા આવશે.
હવે ગુજરાતમાં કોરોનાના કેસ નહિવત થઈ ગયા છે. આંગળીના વેઢે ગણી શકાય તેટલા કેસ આવ્યા છે. આવામાં હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ જરૂરી નિર્ણયો લીધા છે. કોરોના વેક્સિનેશન માટે અલાયદી વ્યવસ્થા કરીઈ હતી. જેનુ સફળ પરિણામ પણ મળયું છે. હવે કોરોનાની વેક્સીન લેવા માટે કોઈ આવતુ નથી. હવે કોરોના એપેડેમિક રહ્યો નથી. આવામાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓ જ આવે છે.
આવામા અર્બન હેલ્થ સેન્ટર પર માત્ર ટેસ્ટીંગની વ્યવસ્થા ચાલુ રખાશે. તેમજ મ્યુનિ.ની હોસ્પિટલમાં આ સુવિધા ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત કોરોનાના હળવી અસર હશેતો દર્દીને ઘરે જ સારવાર આપવામાં આવશે. જો દર્દીની હાલત ગંભીર જણાશે તો જ તેને એસવીપીમાં સારવાર અપાશે.
આ માટે એસવીપીમાં એક વોર્ડ ચાલુ રાખવામા આવનાર છે, જે કોરોનાના દર્દી માટે હશે. કોરોના મહામારી સમયે ખાનગી હોસ્પિટલોમાં જે બેડ સંપાદન કરવામાં આવતા હતા, તે બધુ હવે બંધ કરવામાં આવ્યું છે. ઓક્સિજન પ્લાન્ટ પણ જરૂરિયાત પ્રમાણે કે મેઈનટેન્સ માટે ચલાવવામાં આવી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે