બસ, ગુજરાતમાં આ જ જોવાનું બાકી રહી ગયુ હતુ... કચ્છની શાળામાં હિન્દુ બાળકોને નમાજ અદા કરાવાઈ
Gujarat Education : કચ્છા મુ્ન્દ્રાની પર્લ સ્કૂલ આવી વિવાદમાં... સ્કૂલમાં હિંદૂ વિદ્યાર્થીઓ પાસે નમાજ અદા કરાવી... હિંદૂ વિદ્યાર્થીઓને ટોપી પહેરાવી નમાજ પઢાવી હોવાનો વીડિયો વાયરલ
Trending Photos
Kutch News : ગુજરાતના શિક્ષણમાં બસ આ જ જોવાનું બાકી રહી ગયુ હતું. શાળામાં બળાત્કારી આસારામ બાપુની આરતી ઉતારાયોનો કિસ્સો હજી તાજો જ છે, ત્યા ગુજરાતની એક શાળામાં હિન્દુ બાળકોને નમાજ અદા કરાવાઈ હતી. કચ્છા મુ્ન્દ્રાની પર્લ સ્કૂલ આ કિસ્સાથી વિવાદમાં આવી છે. સ્કૂલમાં હિંદૂ વિદ્યાર્થીઓ પાસે નમાજ અદા કરાવાઈ છે. હિન્દુ વિદ્યાર્થીઓને ટોપી પહેરાવી નમાજ પઢાવી હોવાનો વીડિયો હાલ વાયરલ થયો છે. જે બાદ જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. તેમજ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. શિક્ષણ વિભાગે પણ તપાસના આદેશ આપ્યા છે. પ્રાથમિક શિક્ષણ નિયામકે આ ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે. સાંજ સુધીમાં રિપોર્ટ આપવાની સૂચના અપાઈ છે. ઘટના અંગે જિલ્લા શિક્ષણાધીકારીએ રિપોર્ટ કરવાનો રહેશે.
બકરી ઈદ નિમિતે કચ્છના મુન્દ્રાની શાળામાં આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ખાનગી શાળામાં હિંદુ બાળકોને નમાઝ શીખવાડવામાં આવ્યુ હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા વિવાદ વકર્યો છે. આ તરફ શાળાના ટ્રસ્ટીએપોતાની ભૂલ સ્વીકારી હતી. તેમજ આવી ભૂલ બીજી વાર નહીં થાય તેવી ખાત્રી આપી હતી.
શું કહ્યું શાળાના ટ્રસ્ટીએ ?
મુન્દ્રાની પર્લ સ્કૂલના ટ્રસ્ટી પ્રીતિ વાસમાણીએ જણાવ્યું હતું કે, અમારો ઇરાદો કોઈને મનદુ:ખ પહોંચાડવાનો બિલકુલ નહોતો. અમે અમારી શાળામાં અનેક એક્ટિવિટી કરાવીએ છીએ. આ મહિનામાં ઈદનો તહેવાર હોઇ અમે શાળાના બાળકો માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. બાળકોને વિવિધ ધર્મની ઉજવણી સંદર્ભે સમજ માટે આવા પ્રોગ્રામ કરીએ છીએ. આ સાથે તેમણે કહ્યું કે, બાળકોના વાલીઓ સાથે બેઠક ચાલુ છે. આવી ભૂલ બીજી વાર નહીં થાયની ખાત્રી આપું છું.
આ ઘટના બાદ તાલુકા શિક્ષણાધિકારીને તપાસ માટે આદેશ આપ્યા છે. મુંદ્રામા નમાજ મુદ્એ શિક્ષણ વિભાગે તપાસનો આદેશ આપ્યો છે. પ્રાથમિક શિક્ષણ નિયામકને આજ સાંજ સુધી રીપોર્ટ આપવાનો રહેશે. તો ઘટના અંગે જીલ્લા શિક્ષણાધિકારીએ રીપોર્ટ કરવાનો રહેશે.
મહેસાણામાં બકીર ઈદની ઉજવણી
તો બીજી તરફ, મહેસાણાની સ્કૂલમાં હિન્દુ બાળકો પાસે બકરી ઈદની ઉજવણી કરાવાતા વિવાદ થયો છે. મહેસાણાની કિંડ્સ કિંગ્ડમ સ્કૂલમાં બકરી ઈદની ઉજવણી કરાઈ હતી. બકરી ઈદની ઉજવણીથી વાલીઓ અને હિંદૂ સંગઠનોમાં રોષ વ્યાપી ગયો છે. હિંદૂ સમાજ અને હિંદૂ સંગઠનોએ આ અંગે વિરોધ કર્યો છે. સ્કૂલના સંચાલકો અને સ્કૂલનો હિન્દૂ સંગઠનોએ વિરોધ કર્યો. તેઓએ શાળાએ જઈ શ્રી રામની સ્તુતિ કરાવી હતી. સંતો, મહંતો, હિંદૂ સંગઠનો, બજરંગ દળ અને વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. આ સમયે શાળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શાળામાં નર્સરી અને કેજીમાં બાળકો અભ્યાસ કરે છે. હિન્દૂ બાળકો જ્યાં ભણે છે ત્યાં બકરી ઈદની ઉજવણી કરાઈ હતી. વિવાદ વધતા શાળા સંચાલિકાએ માફી માંગી હતી. શાળા સંચાલક રાશિ ગૌતમે આ બાદ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી.
શાળાને નોટિસ ફટકારાઈ
આ ઘટના બાદ કિડ્સ કિંગડમ સ્કૂલને બકરી ઈદની ઉજવણી પર નોટિસ ફટકારાઈ છે. સ્કૂલ પ્રોપર્ટીના માલિકે સ્કૂલ સંચાલકને લીગલ નોટિસ આપી છે. સ્કૂલ સંચાલકને સાત દિવસમાં પ્રોપર્ટી ખાલી કરવા આદેશ આપ્યો છે. તેમજ તાત્કાલિક ધોરણ પ્રી-સ્કૂલ બંધ કરવા નોટિસ અપાઈ. વિરોધના કારણે મિલકતને નુકસાન થઈ શકે એમ હોવાથી નોટિસ મોકલાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે