ખેડા: માતરમાં બે જુથ વચ્ચે અથડામણ, વાહનોની તોડફોડ બાદ કર્યા આગ હવાલે
ધાર્મીક ઝંડો ફરકાવવા બાબતે બે કોમના જુથો આમને સામને આવીજતા મંગળવારની રાત્રે ભારે ધાંધલ ધમાલ થઇ હતી.
Trending Photos
યોગીન દરજી/ ખેડા: ખેડાના માતરમાં ધાર્મીક ઝંડો ફરકાવવા બાબતે બે કોમના જુથો આમને સામને આવીજતા મંગળવારની રાત્રે ભારે ધાંધલ ધમાલ થઇ હતી. બે કોમના ટોળે ટોળા હથીયારો સાથે સામ સામે આવીજતા મામલે બીચક્યો હતો. જે દરમ્યાન કેટલાક તોફાની તત્વોએ માતર શહેરમાં કાર, બાઇક, કાચી દુકાનોને આગ હવાલે કરી દીધી હતી. એટલુંજ નહીં તોફાની તત્વો દ્વારા કેટલાક લોકોના ઘરોમાં ઘૂસીને પણ તોડફોડ કરવામાં આવી હતી.
આ ઘટનામાં 3 વ્યિક્તઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તમામને માતર પ્રાથિમક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપ્યા બાદ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે અમદાવાદ રેન્જ આઇજી ઉપરાંત ખેડા જિલ્લાના એસપી સહીતનો ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ માતર પોહીચ ગયો હતો. જેમના દ્વારા સમગ્ર શહેરમાં કોમ્બીગં હાથધરી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવાયું હતુ.
આ ઘટના અંગે ખેડાના એસ.પીએ જણાવ્યું હતું કે ઓખા બજારમાં બે સમુદાય વચ્ચે માથાકુટ થઇ હતી. ધાર્મિક ઝંડાને લગાવવા માટે મુશ્કેલી થઇ હતી. પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો છે. અમે કાયદેસરની ફરિયાદ નોંધી વધું તપાસ હાથ ધરીશું. કેટલીક કાર, બાઇકને સળગાવવામાં આવ્યા હતા જેની તપાસ ચાલી રહી છે. આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે