મહેસાણાના ચૌધરી પરિવારને મોત બાદ પણ વતન નસીબ ના થયું, કેનેડામાં અંતિમ વિધિ કરાઇ
વિજાપુર તાલુકાના ડાભલાના માણેકપુરા ગામનો ચૌધરી પરિવાર મૃત્યુ પામ્યો હતો. મૃત્યુ પામેલ 4 વ્યક્તિઓનો મૃતદેહ લાવવા અથવા પરિવારના 2 વ્યક્તિઓને અંતિમવિધિ માટે વિઝા આપવા પરિવારે માંગ કરી હતી.
Trending Photos
Gujarati In Canada : કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે નદી પાર કરીને ઘૂસણખોરી કરનારા 8 લોકોના મોત થયા હતા. ગેરકાયદેસર અમેરિકામાં ઘુસણખોરી મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસણખોરી કરતા મહેસાણાનો એક પરિવાર મોતને ભેટ્યો હતો. જેમાં વિજાપુર તાલુકાના ડાભલાના માણેકપુરા ગામનો ચૌધરી પરિવાર મૃત્યુ પામ્યો હતો. મૃત્યુ પામેલ 4 વ્યક્તિઓનો મૃતદેહ લાવવા અથવા પરિવારના 2 વ્યક્તિઓને અંતિમવિધિ માટે વિઝા આપવા પરિવારે માંગ કરી હતી. પરંતુ વિઝા ના મળતા કેનેડામાંજ ચૌધરી પરિવારની અંતિમ વિધિ કરાઇ છે. કેનેડાના ટોરેન્ટોમાં ચૌધરી સમાજના અગ્રણીઓની હાજરીમાં અંતિમવિધિ કરાઈ છે.
ગેરકાયદે અમેરિકામાં ઘૂસતા માણેકપુરાના ચૌધરી પરિવારની કેનેડાના ટોરન્ટોમાં કરાઈ અંતિમવિધિ #India #Canada #Gujarat pic.twitter.com/wbLg5oIqrS
— Zee 24 Kalak (@Zee24Kalak) April 10, 2023
અમેરિકાના મોહમાં મોતના રસ્તે જતા પરિવારોની સંખ્યા વધી રહી છે. ફરી એકવાર ગુજરાતીઓની અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી સામે આવી છે. ગેરકાયદે ઘૂસણખોરીમાં એક પરિવારે જીવ ગુમાવ્યા હતા. કેનેડાથી USમાં ગેરકાયદે ઘૂસતા સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલટી હતી. ખરાબ હવામાનના કારણે બોટ પલટી થતાં 8 લોકોના મોત થયા હતા. 4 ભારતીય સહિત કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં મહેસાણાના વિજાપુરમાં વસવાટ કરતું દંપતી પણ હતું.
ગુજરાતીઓની વિદેશ જવાની જીદ જીવલેણ સાબિત થઈ રહી છે. અમેરિકા-કેનેડાની બોર્ડર પર 4 ગુજરાતીઓના મૃત્યુ થયા હતા. મહેસાણા જિલ્લાના 4 લોકોને વિદેશ જવાની જીદ મૃત્યુ તરફ લઈ ગઈ. વિજાપુરના ડાભલા માણેકપુર ગામના 4 લોકો મોતને ભેટ્યા છે. મૃતકોમાં વીજાપુરના પતિ-પત્ની અને બે બાળકો હતા.
વિજાપુર તાલુકા ડાભલાના માણેકપુરા ગામના ચાર લોકોનો નાનકડો ચૌધરી પરિવાર એમેરિકા જવા નીકળ્યો હતો. ચૌધરી પરિવારના ચાર સભ્યો બે મહિના પહેલાં કેનેડા પહોંચ્યા હતા. જ્યાંથી ગેરકાયદેસર અમેરિકામા ઘુસણખોરી કરતાં હતા. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. ચૌધરી પ્રવીણભાઈ વેલજીભાઇ (પતિ), પત્નિ દક્ષાબેન પ્રવીણભાઈ ચૌધરી, પુત્ર મિત કુમાર પ્રવીણભાઇ ચૌધરી અને પુત્રી વિધીબેન પ્રવીણભાઈ ચૌધરી કેનેડા ગયા હતા. જેમાં પિતા પુત્ર અને પુત્રીનુ મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાને પગલે માણેકપુરા ગામમાં શોકનો માહોલ છવાયો હતો.
મહેસાણાનો ચૌધરી પરિવાર હતો
અમેરિકાની એક્વેસ્ને મોહોકના પોલીસ વડાએ જણાવ્યું કે એક પરિવાર ભારતીય અને એક પરિવાર રોમાનિયન મૂળનો છે. તમામ કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તો કેનેડા પોલીસે જે નામ જાહેર કર્યા છે તે મૃતકોમાં પ્રવીણભાઈ ચૌધરી (ઉં.50), તેમનો પુત્ર મીત ચૌધરી (ઉં.20) અને પુત્રી વિધિ ચૌધરી (ઉં.24) નો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે