લાખો રૂપિયા ખર્ચીને કેનેડા જવાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ ખાસ વાંચે આ સમાચાર

લાખો રૂપિયા ખર્ચીને કેનેડા જવાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ ખાસ વાંચે આ સમાચાર
  • કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી ભારતથી કેનેડા માટેની ડાયરેક્ટ ફ્લાઇટ (canada flight) પર પ્રતિબંધ ફરમાવાયો
  • દોહા અને માલદીવમાં પહોંચ્યા બાદ ત્યાંની સરકારના નિયમો મુજબ ભારતીય વિદ્યાર્થીઓએ ક્વોરન્ટાઇન થવાની ફરજ પડે છે
  • જો કોઈ વ્યક્તિ પોતાના પરિજનને મળવા કેનેડા જવું હોય તો છેલ્લા દોઢ વર્ષથી તેના પ્રવેશ પર પણ પ્રતિબંધ લાદી દેવાયો

અતુલ તિવારી/અમદાવાદ :કેનેડા (canada) અભ્યાસ માટે જવા માગતા ભારતીય વિદ્યાર્થીઓની સમસ્યા રોકાવાની નામ નથી લઈ રહી. કોરોના મહામારીને કારણે ભારતીય વિદ્યાર્થીઓના કેનેડામાં સીધા પ્રવેશ પર પ્રતિબંધની અવધિ વધારી દેવાઈ છે. 21 સપ્ટેમ્બર સુધી ભારતથી કેનેડામાં ડાયરેક્ટ ફ્લાઈટ પર પ્રતિબંધ યથાવત રાખવાનો કેનેડા સરકારે નિર્ણય લીધો છે. આ કારણે કેનેડામાં અભ્યાસ માટે રજિસ્ટર્ડ થયેલા વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ઓનલાઈન અભ્યાસ (online study) માં પણ દિવસ અને રાતનો તફાવત આવતો હોવાથી સતત અભ્યાસ કરવામાં વિદ્યાર્થીઓને મુસીબત થઈ રહી છે. તો બીજી તરફ, જે વિદ્યાર્થીઓ કેનેડામાં જવા માટે લાયક છે અને તેના ખર્ચ માટે લોન લેવી પડે એવી સ્થિતિ છે. ત્યારે આવામાં વિદ્યાર્થીઓના વાલીઓ પણ અસંજસમાં મૂકાયા છે. 

ડાયરેક્ટ ફ્લાઈટ પર પ્રતિબંધ
કોરોના મહામારી (corona pandemic) શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી ભારતથી કેનેડા માટેની ડાયરેક્ટ ફ્લાઇટ (canada flight) પર પ્રતિબંધ ફરમાવાયો છે. ચાલુ વર્ષે મે મહિનાથી કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની શરૂઆત થઈ હતી, પરંતુ ડાયરેક્ટ ફ્લાઈટ પર પ્રતિબંધ યથાવત રહેતા દોહા અને માલદીવ થઈને કેનેડા જવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. 

આ પણ વાંચો : ગુજરાતનું ગૌરવ : સ્વતંત્રતા દિને રાજ્યના 19 પોલીસ કર્મીઓને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડની જાહેરાત

ફ્લાઈટ વાયા હોવાથી ખર્ચ વધ્યો 
અગાઉ કેનેડા જવા માટે 60 હજાર રૂપિયા જેટલો ખર્ચ થતો હતો. ડાયરેક્ટ ફ્લાઈટ પર પ્રતિબંધ હોવાથી હાલ વાયા દોહા અને માલદીવ થઈને જવું પડે છે. આટલો લાંબો રુટ હોવાથી ખર્ચ 2.5 લાખથી 3 લાખ રૂપિયા પર પહોંચી જાય છે. દોહા અને માલદીવમાં પહોંચ્યા બાદ ત્યાંની સરકારના નિયમો મુજબ ભારતીય વિદ્યાર્થીઓએ ક્વોરન્ટાઇન થવાની ફરજ પડે છે. એટલુ જ નહિ, દોહા અને માલદીવની સરકારો ક્વોરન્ટાઇનના નિયમમાં સતત ફેરફાર કરતી હોવાથી વિદ્યાર્થીઓનો હોટેલ અને ફલાઈટનો ખર્ચ પણ વધ્યો છે. 

પાર્સલ સર્વિસ પણ મોંઘી બની 
માત્ર વિદ્યાર્થીઓ જ નહિ, આ સિવાય જો કોઈ વ્યક્તિ પોતાના પરિજનને મળવા કેનેડા જવું હોય તો છેલ્લા દોઢ વર્ષથી તેના પ્રવેશ પર પણ પ્રતિબંધ લાદી દેવાયો છે. કેનેડામાં રહેતા ભાઈઓ માટે જે બહેનો ભારતથી રાખડી કેનેડા મોકલવા ઈચ્છે છે તેઓને પણ અહીંથી સમયસર કુરિયર મારફતે રાખડી પહોંચાડવામાં સમસ્યા થઈ રહી છે. ડાયરેક્ટ ફ્લાઈટ બંધ હોવાથી કાર્ગોની મદદથી પાર્સલ મોકલાઈ રહ્યા છે. આ કારણે પાર્સલની કિંમતમાં પણ  ધરખમ વધારો થયો છે. 

આ પણ વાંચો : કાર વેચવા ટેસ્ટ ડ્રાઈવ માટે આપતા પહેલા જરૂર વાંચજો સુરતનો આ કિસ્સો

કોવેક્સીન લેનારાઓને કેનેડામાં ફરી વેક્સીન લેવી પડે છે 
આટલી સમસ્યાઓ ઓછી છે, ત્યાં વેક્સીનની પણ એક સમસ્યા છે. ભારતમાં જેમણે કોવેક્સીન (covaccine) લીધી એમને કેનેડા પહોંચ્યા બાદ નિમયોને કારણે સમસ્યા થઈ રહી છે. કોવેકસીન (covishield) લીધી હોય, છતાંય કેનેડામાં બીજી વેકસીન લેવાની ફરજ પડે છે. કોવિશિલ્ડ વેક્સીન લેનાર વિદ્યાર્થીઓને નિમય મુજબ ક્વોરન્ટાઇન થયા બાદ રાહત મળે છે. 

એક અંદાજ મુજબ, વર્ષ 2019માં અભ્યાસ અર્થે 48 હજાર વિદ્યાર્થીઓ ભારતથી વિદેશમાં ગયા હતા. જેમાંથી 24 હજાર વિદ્યાર્થીઓ કેનેડા ગયા હતા. વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે વિદેશ અભ્યાસ માટે જવા માંગતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને 23 હજાર થઈ હતી, જેમાંથી કેનેડા જનાર વિદ્યાર્થીઓ 12 હજાર જેટલા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news