તંત્રના કાન બહેરા થયા, આંખે અંધાપો આવ્યો... ઠેર ઠેર યોજાતા રાજકીય કાર્યક્રમોમાં જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

તંત્રના કાન બહેરા થયા, આંખે અંધાપો આવ્યો... ઠેર ઠેર યોજાતા રાજકીય કાર્યક્રમોમાં જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
  • મહેસાણાના કડીમાં ભાજપની યોજાયેલી બેઠકમાં નિયમના ધજાગરા ઉડ્યા. 
  • વડોદરામાં ભાજપના યુવા મોરચાએ કોરોનાના નિયનો સત્યાનાશ કર્યો
  • અમદાવાદમાં યુવા દિવસની ઉજવણીમાં ભાજપના કાર્યકરો ભાન ભૂલ્યા

ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યભરમાં યોજાતા રાજકીય કાર્યક્રમો કોરોનાના નિયમો નેવે મૂકાઈ રહ્યા છે. ભાજપના કાર્યકરોએ ફરી નિયમોના ધજાગરા ઉડાડ્યા છે. યુવા દિવસ પર અમદાવાદ અને વડોદરા સહિત રાજ્યમાં યુવા મોરચાએ બાઈક રેલી યોજી હતી. હજારોની સંખ્યામાં એકઠા થઈ સોશિયલ ડિસ્ટન્સ (social distance) નો સત્યાનાશ વાળ્યો છે. જૂનાગઢમાં પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં LRD જવાઓને ગરબે રમી નિયમનો ધજાગરા ઉડાવ્યા હતા. જેમાં 6 દિવસ બાદ પણ હજુ તપાસ રિપોર્ટ આવ્યો નથી. એક તરફ પ્રજાને નિયમ તોડવા બદલ મસમોટા દંડ ફટકારવામાં આવે છે. તો બીજ તરફ રાજકીય કાર્યક્રમમો ખુલ્લેઆમ નિયમના ધજાગરા ઉડે છે છતા કોઈ જ કાર્યવાહી નથી થતી. આજે રાજ્યમાં જુદા જુદા ચાર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા. 

મહેસાણાના કડીમાં ભાજપની યોજાયેલી બેઠકમાં નિયમના ધજાગરા ઉડ્યા. બેઠકમાં યોજાયેલ જમણવારમાં કે.સી. પટેલ, વિભાવરી દવે, શારદાબને પટેલની હાજરીમાં જ નિયના ધજાગરા ઉડાવવામાં આવ્યા. તો વડોદરામાં ભાજપના યુવા મોરચાએ કોરોનાના નિયનો સત્યાનાશ કર્યો. યુવા મોરચાએ યોજેલી બાઈક રેલીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું હતું. જ્યારે અમદાવાદમાં યુવા દિવસની ઉજવણીમાં ભાજપના કાર્યકરો ભાન ભૂલ્યા હતા. યુવા દિવસની ઉજવણીમાં રાણીપમાં યોજાયેલી બાઈક રેલીમાં નિયમો નેવે મૂકાયા હતા.  

મહેસાણામાં 2 કાર્યક્રમોમાં નિયમોના ધજાગરા 
મહેસાણાના કડીમાં ભાજપની બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા. બેઠક બાદ જમણવારનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં કે.સી. પટેલ, વિભાવરીબેન દવે અને શારદાબેન પટેલ હાજર જોવા મળ્યા. તો ઊંઝામાં પણ ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હતા. પ્રદેશ ઉપપ્રમુખ બનેલા મહેન્દ્ર પટેલના અભિવાદનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા. એટલુ જ નહિ, ઊંઝા ભાજપના ધારાસભ્ય વિરોધી ધર્મેન્દ્ર પટેલે પોતાના ફેસબુક પેજ પર આ વિશેના વીડિયો પણ અપલોડ કર્યા. ઊંઝા એપીએમસી ગેટ બહાર આતશબાજી વખતે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. મોટી સંખ્યામાં માસ્ક વગર લોકો જોવા મળ્યા હતા. સરકારમાં અધિકારી રહેલા મહેન્દ્ર પટેલ નેતા બનતા જ સોશિયલ ડિસ્ટન્સની મજાક બનાવવા લાગ્યા. 

અમદાવાદમાં નિયમોને નેવે મૂકીને બાઈક રેલી યોજી
સમગ્ર રાજ્યમાં યુવા દિવસની ઉજવણીમાં નિયમો ભૂલાયા હતા. ત્યારે અમદાવાદમાં ગઈકાલે યુવા દિવસની ઉજવણી દરમિયાન પણ નિયમોના ધજાગરા ઉડાવાયા હતા. ભાજપ યુવા મોરચાએ યોજેલી રેલીમાં ધજાગરા ઉડાડ્યા. રાણીપમાં નિયમો તોડતી બાઈકરેલી યોજાઈ હતી. 

વડોદરામાં પણ બાઈક રેલીમાં નિયમ ભંગ
વડોદરામાં ભાજપની રેલીમાં નિયમોના ભંગનો મામલો સામે આવ્યો છે. જેમાં જવાબદારો સામે પોલીસ ગુનો નોંધશે. વડોદરાના પાદરા વિસ્તારમાં યુવા મોરચાની બાઈક રેલીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કરાયો હતો. આ અહેવાલ મીડિયામાં સામે આવ્યા બાદ પાદરા પોલીસ એક્શનમાં આવી હતી. ત્યારે હવે આયોજક સહિતના ભાજપના નેતાઓ સામે ગુનો નોંધાશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news