પરેશ ધાનાણીના પ્રહારઃ ભાજપે પ્રજાનો રોષ સહન કરવો પડશે

કોંગ્રેસના ધારાસભ્યોને તોડી લેવા અંગે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, ભાજપ શામ, દામ અને દંડની નીતિ અપનાવી રહ્યું છે, જેનું તેને નુકસાન વેઠવું પડશે.
 

પરેશ ધાનાણીના પ્રહારઃ ભાજપે પ્રજાનો રોષ સહન કરવો પડશે

અમિત રાજપૂત/ અમદાવાદઃ લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ ધારાસભ્યો અને ટોચના નેતાઓનું જોત-તોડનું રાજકારણ ગરમાઈ ગયું છે. તેમાં પણ ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં ખેંચવાના પ્રયાસો બાદ બે ધારાસભ્યો રાજીનામું આપીને જોડાઈ ગયા છે. ત્યારે વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા પરેશ ધાનાણીએ આ મુદ્દે જણાવ્યું કે, ભાજપ શામ, દામ અને દંડની નીતિ અપનાવી રહ્યું છે, વિપક્ષને નબળું પાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. 

પરેશ ધાનાણીએ કટાક્ષ કરતા જણાવ્યું કે, "ભાજપના 19 આગેવાનો ઘણા લાંબા સમયથી ધારાસભ્ય છે, છતાંય તેમને મંત્રી પદ આપવામાં આવ્યું નથી. ભાજપને પ્રજાનો રોષ સહન કરવો પડશે. ભાજપ વિપક્ષને નબળો પાડવા મથી રહ્યું છે, જેમાં સફળતા મળશે નહીં."

ધાનાણીએ વધુમાં જણાવ્યું કે, સાબરીયાને ખોટી રીતે ટ્રેપમાં ફસાવાયા છે. આ દબાણના લીધે સાબરીયા ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત ભાજપ દ્વારા અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલાને પણ ફસાવાવનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

પરેશ ધાનાણીએ અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાં જોડાયેલા રહેવાના નિર્ણયનો આવકાર્યો હતો. તેમણે જણાવ્યું કે, આ ઉપરાંત અમરીશ ડેર અને વિમલ ચુડાસમાને પણ દબાવાનો પ્રયાસ કરાયો હતો. ભાજપ દ્વારા ષડયંત્ર ઘડીને ધારાસભ્યોને પોતાની પાર્ટીમાં ખેંચવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. અમરેલીની જનતાએ ભાજપને જવાબ આપી દીધો છે. હવે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતા પણ ભાજપને જવાબ આપશે. 

ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા સૌરાષ્ટ્રમાં પોતાના મૂળિયા મજબૂત કરવા માટે કોંગ્રેસના કેટલાક મોટા ગજાના નેતાઓનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જેમાંથી શુક્રવારે કોંગ્રેસના બે ધારાસભ્ય જવાહર ચાવડા(માણાવદર) અને પરસોત્તમ સાપરિયા (ધ્રાંગધ્રા)એ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. જવાહર ચાવડાએ તો શુક્રવારે જ ગાંધીનગર ખાતે ભાજપની કચેરી કમલમમાં પહોંચીને કેસરિયો ધારણ કરી લીધો હતો. જ્યારે પરસોત્તમ સાપરિયા સોમવારે કેસરિયો ધારણ કરે તેવી સંભાવના છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news