ગુજરાતમાં ભાજપે ખેલ્યો મોટો 'દાવ'! આદિવાસી મતો અંકે કરવા કોંગ્રેસના આ મોટા ગજાના નેતાને કર્યા પોતાની તરફ!
સંખેડા વિધાનસભામાં કોંગ્રેસનું અસ્તિવ જોખમમાં મુકાશે. સી.આર પાટીલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ નસવાડી ખાતે આવશે, ત્યારે ધીરુભાઈ ભીલ દ્વારા ભાજપનો ખેસ ધારણ કરશે.
Trending Photos
ઝી બ્યુરો/છોટાઉદેપુર: નસવાડીના કોંગ્રેસના દિગ્ગજ નેતા 4 વાર ધારાસભ્ય રહેલા ધીરુભાઈ ભીલન 18 મેંના રોજ ભાજપમાં જોડાશે. સાથે 2 હજાર કોંગ્રસના કાર્યકરો અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સદસ્ય ભાજપમાં જોડાઈ તેવી શક્યતા છે ત્યારે સંખેડા વિધાનસભામાં કોંગ્રેસનું અસ્તિવ જોખમમાં મુકાશે. સી.આર પાટીલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ નસવાડી ખાતે આવશે, ત્યારે ધીરુભાઈ ભીલ દ્વારા ભાજપનો ખેસ ધારણ કરશે.
આમ 2 તાલુકાની સંખેડા વિધાનસભા અને અગાઉની નસવાડી, કવાંટ, તિલકવાડા આ ત્રણ તાલુકાની વિધાનસભા આમ કુલ 6 વાર વિધાનસભા વિધાનસભાની ચૂંટણી લડી ચુક્યા છે. 4 વાર ધારાસભ્ય રહી ચૂકેલા ધીરુભાઈ ભીલને ભાજપમાં જોડાવા માટે અગાઉ ભાજપના સાંસદસભ્ય અને સંખેડા ધારાસભ્ય પ્રયત્નો કર્યા હતા તેમાં તેઓને સફળતા મળી છે.
હાલ ધીરુભાઈ ભીલને ભાજપનો ખેસ પહેરાવવા માટે ભાજપના નેતાઓ એડી ચોંટીનું જોર લગાવ્યું છે, સાથે કોંગ્રસના જિલ્લા પંચાયત સદસ્ય અને તાલુકા પંચાયત સદસ્ય સહીત કોંગ્રેસના 2 હજાર કાર્યકતૉઓ પણ ધીરુભાઈ સાથે જોડાઈ તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ધીરુભાઈને અગાઉ ભાજપમાં લઇ જવા માટે અનેકવાર પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુ પ્રયાસો નિષ્ફળ ગયા છે.
ફરીવાર ભાજપના મોટા કદના નેતો મેદાને પડી સંખેડા વિધાનસભામાં કૉંગેસનું અસ્તિવ મિટાવવા ધીરુભાઈ ભીલને ભાજપમાં જોડવા પ્રયાસો હાથ ધરાયા છે. વર્ષોથી કોંગ્રેસ બચાવી રાખનાર ભાજપનું ખેસ ધારણ કરશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, કોંગ્રેસમાં મોટું ગાબડું પડવાના એંધાણ છે. તા.18.05.2023ના રોજ કેસરપુરા ખાતે શાળાનું લોકાર્પણ કરવા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહીત ભાજપના નેતાઓ આવશે ત્યારે ધીરુભાઈ ભીલ ભાજપમાં જોડાઈ તો કોંગ્રેસના બીજા કેટલાક નેતા મુંજવણમાં મકાઈ તેમ છે. હાલ તો દૂધ અને દહીંમાં પગ મુકનાર નેતાઓ મુંજવણમાં મુકાયા છે. હવે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે તાલ મેલ બેસે છે કે કેમ તે જોવાનું રહ્યું.
નોંધનીય છે કે, ધીરુભાઈ ભીલ 1995માં અપક્ષ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. જે બાદ 1998માં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ 2002માં ફરી તેઓ કોંગ્રેસ તરફથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમાં તેમને હાર મળી હતી. ત્યાર બાદ 2007માં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. આ બાદ 2012માં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા.
ઉલ્લેખનીય છે કે 2017માં તેઓ કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા હતા. આમ છઠ્ઠી વાર વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને 4 વાર જીત મેળવી છે જયારે 2 વાર ટેવોની હાર નો સામનો કરવો પડ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે