CM ના આગમન પહેલા સાંસદ અને જિલ્લા BJP અધ્યક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી, વાતાવરણ ઉગ્ર બન્યું
શહેરમાં રાજ્યના નવા મુખ્યમંત્રી હાલ વરસાદના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે છે. તેમની સાથે મોટા પ્રમાણમાં સ્થાનિક નેતાઓનો રસાલો પણ છે. તેવામાં મુખ્યમંત્રી રાજકોટ પહોંચે તે પહેલા રાજકોટના સાંસદ મોહન કુંડારીયા અને ચેતન રામાણી વચ્ચે આંતરિક બોલાચાલી થઇ હતી. ચેતન રામાણીએ મોહન કુંડારીયાને 7 વર્ષથી કાર્યાલય નહી ખોલવા અંગે વ્યંગ કર્યો હતો. ત્યાર બાદ બંન્ને વચ્ચે ઉગ્ર શાબ્દિક ટપાટપી થઇ હતી. મોહન કુંડારિયા રોષે ભરાયા હતા. તેમણે કહ્યું કે, તમારે જે કરવું હોય તે કરવાનું. જેના જવાબમાં રામાણીએ કહ્યું કે, તમે આઘાર કરો. બાદમાં કુંડારિયાએ કહ્યું કે, તમને જેમ મન ફાવે તેમ બોલો.
Trending Photos
રાજકોટ : શહેરમાં રાજ્યના નવા મુખ્યમંત્રી હાલ વરસાદના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે છે. તેમની સાથે મોટા પ્રમાણમાં સ્થાનિક નેતાઓનો રસાલો પણ છે. તેવામાં મુખ્યમંત્રી રાજકોટ પહોંચે તે પહેલા રાજકોટના સાંસદ મોહન કુંડારીયા અને ચેતન રામાણી વચ્ચે આંતરિક બોલાચાલી થઇ હતી. ચેતન રામાણીએ મોહન કુંડારીયાને 7 વર્ષથી કાર્યાલય નહી ખોલવા અંગે વ્યંગ કર્યો હતો. ત્યાર બાદ બંન્ને વચ્ચે ઉગ્ર શાબ્દિક ટપાટપી થઇ હતી. મોહન કુંડારિયા રોષે ભરાયા હતા. તેમણે કહ્યું કે, તમારે જે કરવું હોય તે કરવાનું. જેના જવાબમાં રામાણીએ કહ્યું કે, તમે આઘાર કરો. બાદમાં કુંડારિયાએ કહ્યું કે, તમને જેમ મન ફાવે તેમ બોલો.
BHAVNAGAR માં ગમે તે બાજુ નિકળો મોતનો રોડ, ખાડાઓના કારણે નાગરિકોના કરોડરજ્જુના કટકા
બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ રહી હતી. ત્યારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર પ્રદીપ ડવ અને રાજ્યસભા સાંસદે વચ્ચે પડીને બંન્નેને શાંત કર્યા હતા. જો કે આ તમાશો વીડિયોમાં કેદ કરતા કેટલાક લોકોને પણ તેઓએ અટકાવ્યા હતા. બંન્ને વચ્ચે શાબ્દિક ટપાટપી થતા કાર્યકર્તા અને નેતાઓએ નીચા જોણું થયું હતું. જો કે આ બોલાચાલી અંગે મોહન કુંડારિયાએ જણાવ્યું કે, હું કોઇને ફરિયાદ નહી કરૂ આ મારો સ્વભાવ નથી.
મુખ્યમંત્રીના સ્વાગત માટે રાજકોટ કોર્પોરેશનના કમિશ્નર અમિત અરોરા, કલેક્ટર અરૂણ મહેશ બાબુ, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, એસપી બલરામ મીણા, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સહિતના અધિકારીઓ હાજર હતા. ત્યારે જ બંન્ને નેતા વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ હાજર હતા. જો કે તમામ તેઓએ મૌન રહેવાનું જ મુનાસિબ માન્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે