મોટો ધડાકો : અનંત પટેલ પર હુમલા પહેલા રિન્કુ આહીરે ભીડ એકઠી કરવા વોટ્સએપ ગ્રુપમાં કર્યો હતો મેસેજ
Gujarat Congress MLA Anant Patel Attacked : કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના હુમલા પહેલાના સ્ક્રીનશોટ થયા વાયરલ.... રીન્કુ આહીર નામના વ્યક્તિએ ગ્રુપમાં લોકોને દશેરા ટેકરી પર પહોંચવા માટે કર્યો હતો મેસેજ... તો કોંગ્રેસ MLA અનંત પટેલ પર થયેલા હુમલાને સીઆર પાટીલે ગણાવ્યો ડ્રામા...પાટીલે કહ્યું, અનંત પટેલે ખુદ પોતાના જ માણસોથી હુમલો કરાવી સહાનુભૂતિ લેવા માટે નાટક કર્યું...અનંત પટેલે ભાજપ પર હુમલાનો લગાવ્યો છે આક્ષેપ....
Trending Photos
ધવલ પારેખ/નવસારી :વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પર થયેલા હુમલાનો મામલો ગરમાયો છે. કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ પર હુમલા બાદ રાજનીતિ ગરમાઈ છે. તો આદિવાસી નેતા પર હુમલાની ઘટનાને રાહુલ ગાંધીએ વખોડી છે. તો બીજી તરફ, આ હુમલાને લઈને મોટો ખુલાસો થયો છે. અનંત પટેલ પર હુમલા પહેલા રિન્કુ આહીરે ભીડ એકઠી કરવા વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કર્યો હોવાનું ખૂલ્યુ છે.
ભીડ એકઠી કરવા મેસેજ કરાયો હતો
અનંત પટેલ પર હુમલા પહેલા રિન્કુ આહીરે ભીડ એકઠી કરવા વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કર્યો હતો. દશેરા ટેકરી પર લોકોને એકઠા થવા વોટ્સએપના ગ્રુપમાં મેસેજ કરાયો હતો. અનંત પટેલ ખેરગામ પહોચે તે પહેલા લોકોને એકઠા થવા ગ્રુપમાં જાણ કરાઈ હતી. ભીખુભાઈ આહીરની દુકાને લોકોને એકઠા કરવાનો મેસેજમાં ઉલ્લેખ કરાયો છે. ત્યારે લોકોના ટોળા એકઠા કરવાના વોટ્સએપ ગ્રુપનો મેસેજ વાયરલ થતા આદિવાસી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. અગાઉથી જ હુમલાનું કાવતરું રચાયું હોવાની સમાજના આગેવાનોને આશંકા છે.
હુમલા બાદ ધારાસભ્ય અનંત પટેલને જમણી આંખમાં ઈજા થઈ છે. તેમજ માથામાં પણ મૂઢ માર વાગતા અનંત પટેલને ચક્કર આવવાની પણ સમસ્યા હતી. તેમજ તેમને પાંસળીમાં પણ મૂઢ માર વાગ્યો હોવાની વાત પણ સામે આવી છે. ત્યારે અનંત પટેલ આરોગ્ય તપાસ દરમિયાન સીટી સ્કેન કરાવે એવી શક્યતા છે. સારવાર લઈ રહેલા અનંત પટેલને મળવા પ્રદેશના નેતાઓ પહોંચ્યા છે. વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત આગેવાનોએ અનંત પટેલના ખબર અંતર પૂછ્યા.
મહત્વનું છે કે નવરાત્રીમાં ખેરગામ તાલુકાના બહેજ ગામે માં રૂપા ભવાની માતાજીના મંદિરે 'એક જ ચાલે, અનંત પટેલ જ ચાલે' ગીતના તાલે ગરબા રમાયા હતા. જે સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભાજપ કોંગ્રેસ વચ્ચે રાજકીય વિવાદ છેડાયો હતો. જેમાં વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ ખેરગામ કોંગી આગેવનો સાથે બેઠક કરવા આવતા કેટલાક અજાણ્યા હુમલાખોરોએ અનંત પટેલની કારને રોકી હુમલો કર્યો હતો. વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર કરવામાં આવેલા હુમલાને કારણે વિવાદ વકર્યો છે. ગઈકાલ મોડીરાત્રે અનંત પટેલની કારને રોકીને કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલો જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહિરના ઈસારે કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અનંત પટેલ પર હુમલાની ઘટના બાદ અનંત પટેલના સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ભીખુ આહિરની દુકાનમાં આગ લગાવી હતી. સાથે જ પોલીસ જીપને પણ પલટી તેમાં તોડફોડ કરી હતી. અનંત પટેલના સમર્થકો રસ્તા પર બેસી ગયા હતા અને જલદીમાં જલદી આરોપીને ઝડપી લેવા માગ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે