ચૂંટણી પુરી થતા જ કોરોનાએ પણ આચાર સંહિતાનો કર્યો ત્યાગ, રાજકોટમાં કેસ બમણા થઇ ગયા
Trending Photos
રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પુર્ણ થઇ અને ભાજપે વિજય પણ મેળવી લીધા બાદ ફરી એકવાર તમામ મહાનગરોમાં કોરોના બેકાબુ બન્યો છે. કોરોના જાણે ચૂંટણી ટાણે આચારસંહિતાનું પાલન કરતો હોય તેવી સ્થિતી પેદા થઇ છે. જેવી ચૂંટણી પુરી થઇ કે કોરોનાના આંકડાઓ હદ વટાવી રહ્યા છે. બુધવારે શહેરમાં 59 પોઝિટિવ કેસ આવ્યા હતા. જિલ્લામાં 9 પોઝિટિવ કેસ નોંધાયા છે.કોરોના કેસમાં વધારો થતાની સાથે જ ફરી એકવાર રાજકોટ બસ સ્ટેન્ડ, એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સ્ક્રિનિંગની શરૂઆત કરી દેવામાં આવી છે.
રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા હવે 19981 થઇ છે. જ્યારે જિલ્લામાં 6973 કેસ છે. બે દિવસમાં જ કોરોનાની સંખ્યા બમણી થઇ ચુકી છે. બુધવારે શહેરમાં 59 અને 9 જિલ્લાની તેમ કુલ 68 કેસ મળી આવ્યા હતા. 23 જાન્યુઆરીના રોજ 44 કેસ નોંધાયા હતા. 22 તારીખે તો માત્ર 39 કેસ નોંધાયા હતા. 21 તારીખે માત્ર 16 જ કેસ નોંધાયા હતા. 20 તારીખે 20 પોઝિટિવ કેસ નોંધાયા હતા. છેલ્લા 3 દિવસથી પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ પોઝિટિવ દર્દીઓ પૈકી કુલ 122 લોકો સારવાર હેઠળ છે.
જો કે ચૂંટણી પુરી થયા બાદ અને કેસમાં સતત વધારો થતા મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર ફરી એકવાર હરકતમાં આવી રહ્યું છે. જો કે હવે કોરોના બાબતે દરેક નાગરિકોમાં ચર્ચા છે કે, જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે કોરોના કેસ સરકાર દ્વારા દબાવીને ખુબ જ ઓછા દર્સાવવામાં આવે છે. જેવી ચૂંટણી પુરી થાય એટલે તુરંક જ કોરોનાનો આંકડો વધારીને દર્શાવવામાં આવે છે. નહી તો કાબુમાં આવી ગયેલો કોરોના અચાનક બેકાબુ કઇ રીતે બની શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે