આખલો ભારે પડ્યો ગીરના સાવજને, જુઓ Video

રાત્રીના સમયે સિંહ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવે છે. ત્યારે રહેણાંક વિસ્તારમાં વાછરડું હાથમાં આવી જતા સિંહ વાછરડાને મોઢામાં પકડીને જંગલ તરફ જઇ રહ્યો છે.

આખલો ભારે પડ્યો ગીરના સાવજને, જુઓ Video

અમરેલી: અમરેલી જિલ્લમાં સિંહો દેખાવવાના વીડિયો અવારનવાર સામે આવતા રહે છે. ત્યારે સિંહ શિકારનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. મળતી માહીતી અનુસાર આ વીડિયો કોઇ સ્થાનિક વ્યક્તિ દ્વારા ઉતારવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, રાત્રીના સમયે સિંહ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવે છે. ત્યારે રહેણાંક વિસ્તારમાં વાછરડું હાથમાં આવી જતા સિંહ વાછરડાને મોઢામાં પકડીને જંગલ તરફ જઇ રહ્યો છે. તે સમયે નજીકમાં છાપરા નીચે બેસેલા એક આખલાની નજર જતા વાછરડાને છોડાવવા આખલો સિંહ પાછળ દોડે છે. આ દ્રશ્યો રાજુલા તાલુકાના કોવાયા નજીકના પીપાવવાના કે પછી અલ્ટ્રાટેક કંપની નજીકના હોવાનું મનાઇ રહ્યું છે.

આ અગાઉ પણ જુનાગઢના સાસણ રોડ પર 2 સિંહણ અને તેના બચ્ચાને કેમેરામાં કેદ થયા હતા. જેમાં કોઇ કાર ડ્રાઇવર સાસણથી તલાલા રોડ પરથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે એક સિંહોનો પરિવાર રોડ ક્રોસ કરતા જોવા મળ્યા હતા. ત્યારે કારમાં બેઠેલા શખ્સો દ્વારા આ 2 સિંહણ અને તેમના બચ્ચાઓ સાથે રોડ ક્રોસ કરતા વીડિયોમાં કેદ કરી રહ્યો છે. તો આ અગાઉ પણ સિંહ દ્વારા શિકારની મેજબાની માણવામાં આવી રહી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને તે વીડિયોને લોકોએ ઘણો પસંદ કર્યો હતો.

ત્યારે 16 નવેમ્બર 2018 સિંહોની પજવણી કરતો વધુ એક વીડિયો વાયરલ થયો હતો. જ્યારે આ વાયરલ થયેલા વીડિયોમાં એક સિંહ સામેથી આવી રહેલો દેખાતાં કારચાલક તેની કાર ઊભી રાખીને વીડિયો ઉતારવા લાગ્યો હતો. સિંહ કારની નજીક આવી ગયા બાદ આગળ વધી જતાં કારને રિવર્સમાં સિંહની સાથે-સાથે ચલાવવામાં આવી હતી. સિંહ જ્યાં સુધી રસ્તો પાર કરીને બીજા છેડે જતો ન રહ્યો ત્યાં સુધી સિંહની સાથે-સાથે કાર દોડાવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news