સૌરાષ્ટ્રમાં આજે રાહુલ ગાંધી અને અમિત શાહ ટકરાશે, બંનેની જંગી જનસભા
ગુજરાતમાં આજે બે દિગ્ગજો ચૂંટણીનો પ્રચાર કરશે. એક તરફ અમિતા શાહ સભા ગજવશે, તો બીજી તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે.
Trending Photos
રક્ષિત પંડ્યા/ગુજરાત :ગુજરાતમાં આજે બે દિગ્ગજો ચૂંટણીનો પ્રચાર કરશે. એક તરફ અમિતા શાહ સભા ગજવશે, તો બીજી તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે.
અમિત શાહની કોડીનારમાં સભા
ગીર-સોમનાથના કોડીનારમાં અમિત શાહના આગમનને લઈને તડામાર તૈયારી કરાઈ છે. તેઓ આજે સભા ગજવશે. અમિત શાહનું અંબુજા રોડ પર તેમનુ સ્વાગત કરાશે. કોડીનારમાં અમિત શાહના રોડ શો અને બાઈક રેલીનું આયોજન કરાયું છે. આજે સવારે 11 30 કલાકે અમિત શાહ જાહેર સભા સંબોધશે.
મોબાઈલ ચોરનો શિકાર બન્યા સુરતના ધારાસભ્ય, મોર્નિંગ વોક દરમિયાન બની ઘટના
રાહુલ ગાંધીની જનસભા
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યાં છે. દીવના એરપોર્ટ પર રાહુલ ગાંધીનું આગમન થશે. જેના બાદ અમરેલી અને ભાવનગરમાં જાહેર સભા યોજશે. મહુવા વિધાનસભા મતક્ષેત્ર અમરેલી લોકસભા હેઠળ આવે છે. આથી તેઓ પહેલા રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં જ બે લોકસભા મતક્ષેત્રોથી કોંગ્રેસના પ્રચારનો પ્રારંભ કરશે. બપોરે 3 વાગ્યે રાહુલ ગાંધી સાવરકુંડવાના વિજપડી પાસે આસરણા ચોકડી પાસે જનસભા સંબોધશે.
તો બીજા રાઉન્ડમાં રાહુલ ગાંધી 18 એપ્રિલે સૌરાષ્ટ્રના વંથલી અને ભૂજમાં જાહેર સભા સંબોધશે. તેના બાદ 19 એપ્રિલે રાહુલ ગાંધી બારડોલી, દાહોદ અને પાટણમાં ચૂંટણી પ્રચાર કરશે. આ ઉપરાંત મનમોહનસિંહ, હાર્દિક પટેલ, શત્રુઘ્ન સિંહા, ઉર્મિલા માતોડકર, અશોક ગેહલોત, રાજીવ સાતવ, સચિન પાયલોટ, કુમારી શૈલજા અને મલ્લિકાર્જુન ખડગે સહિતના 40 જેટલા દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરવા આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે