કોંગ્રેસના નેતાનું વિવાદિત નિવેદન: ‘પુલવામામાં કેવી રીતે ઘૂસ્યા આતંકી, જનતા સમજે છે’
કોંગ્રેસના નેતા અને ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મિઝોરમના પૂર્વ રાજ્યપાલ અઝીઝ કુરેશીએ રવિવારે પુલવામા હુમલા પર વિવાદિત નિવેદન આપ્યું છે. મધ્ય પ્રદેશના સીહોરમાં તેમણે કહ્યું કે પુલવામામાં આતંકી ઘૂસ્યા કઇ રીતે, જનતા બધુ જ સમજે છે.
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસના નેતા અને ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મિઝોરમના પૂર્વ રાજ્યપાલ અઝીઝ કુરેશીએ રવિવારે પુલવામા હુમલા પર વિવાદિત નિવેદન આપ્યું છે. મધ્ય પ્રદેશના સીહોરમાં તેમણે કહ્યું કે પુલવામામાં આતંકી ઘૂસ્યા કઇ રીતે, જનતા બધુ જ સમજે છે. અઝીઝ કુરેશીએ પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સધતા મોટું નિવેદન આપ્યું છે. કુરૈશીએ પુલવામા હુમલાને પીએમ મોદીનું એક ઇરાદાપૂર્વક કાવતરૂ કહ્યું છે. તેમણે કહ્યું કે પુલવામા આતંકી હુમલો પ્લાન કરી તમે કરાવ્યો છે જેથી તક મળી શકે, જનતા સમજે છે.
કોંગ્રેસ નેતા અઝીઝ કુરેશીએ કહ્યું કે, જો પીએમ મોદી ઇચ્છે તો 42 શહીદોની ચિતાઓની રાખથી તમારું રાજતિલક કરી લો. પરંતુ જનતા તમન તે કરવા દેશે નહીં. કુરૈશીએ દિગ્વિજય સિંહની સામે ભાજપ ઉમેદવાર જાહેર ન કરી શકતા કહ્યું કે, ભાજપ વરરાજા વગરનો વરઘોડો છે. જમનો સહેરો બાંધતા જ ભાગી જાય છે.
કુરૈશીએ કહ્યું કે, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ 20થી વધારે બેઠક જીતશે. અહીં ભાજપના નેતોઓએ કારખાના બંધ કરાવી દીધા છે. તમારા સાંસદ, તમારા એમએલએ અન્યાય કર્યો છે. નવયુવાનોને નષ્ટ કર્યા છે. જણાવી દઇએ કે જમ્મૂ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ જેશ-એ-મોહમ્મદના આંતકિઓએ સીઆરપીએફના કાફલા પર કારથી આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં 40 જવાનો શહીદ થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે